2047 મારા સ્વપ્ન નું ભારત
>આપણો
દેશ ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો.
આઝાદીના 75
વર્ષ પૂરા થવાના છે. આ અવસર પર સમગ્ર
દેશ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે
25 વર્ષ બાદ 2047 માં દેશની આઝાદી મળ્યાને વર્ષ થશે.
આવનારા 25 વર્ષ દેશ માટે અમૃત કાળ છે.જોકે દેશ
છેલ્લા 75 વર્ષથી સતત વિકાસ ના માર્ગ પર ચાલી
રહ્યો છે.પરંતુ આવનારા 25 વર્ષો માં આપણે ભારતીયો એ શક્તિશાળી
બનવું પડશે જેટલું આપણે પેહલા ક્યારેય નહોતા.
વર્ષ 2047 ના સંદર્ભમાં આપણે લક્ષ નક્કી કરવાનું કે આઝાદી ના 100વર્ષ પૂર્ણ કર્યા પછી આપણે ભારત ને
ક્યાં જોઈએ છીએ.આ માટે સૌ એ સાથે મળી ને
દેશના વિકાસ માટે કામ કરવું પડશે જેથી આપણામાં એકતા ની ભાવના જાગે અને
ખંડિત વિચારસરણી માંથી મુક્તિ મળે.વાસ્તવમાં,આ "અમૃતકાલ "નું ધ્યેય એક એવા ભારત નું નિર્માણ કરવાનું છે
જેમાં તમામ આધુનિકતા હોય.
વિશ્વ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર,જેથી આપણે વિકાસ ના માર્ગ પર નેવિગેટ
કરતા રહીયે.જેથી હવે આપણા બધા ની ફરજ છે કે આપણે આપણા સપનાના નવા ભારત ના પુનઃ
નિર્માણ માં સામેલ થઈએ હવે વધુ વિલંબ કરશો નહિ.આજે 75 વર્ષ અને આઝાદી ની ઉજવણી,દરેક ભારતીય નવા ભારત નું સ્વપ્ન જોઈ રહ્યો છે.એક એવો ભારત કે જે
સંપૂર્ણ રિતે વિકસિત છે.જ્યાં દરેક યુવાનો પાસે રોજગાર છે,જ્યાં કોઈ ભૂખમરા કે ગરીબી થી મરતું
નથી.
બધા ની જેમ હું પણ ૨૦૪૭ ભારતની ભ્રષ્ટાચાર
મુક્ત ભારત તરીકે જોઉં છું.હું જોઉં છું કે 2047 માં દેશમાં જાતિ અને ધર્મના નામ પર નફરત નથી.૨૦૪૭ માં ભારત ની
શેરીઓમાં ચાલતી દરેક છોકરી સંપૂર્ણપણે સુરક્ષિત છે.આજે ભારત કોઈપણ ક્ષેત્રમાં અન્ય
કોઈ દેશ પર નિર્ભર નથી.
હું ભારતીય અર્થતંત્રની વિશ્વની સૌથી
વધુ સ્થાપિત અને વિકસિત પણ વ્યવસ્થા તરીકે કલ્પના કરું છું.હું મારા દેશના તમામ
મોટા શહેરોની સંપૂર્ણ વિકસીત શહેર માં ફેરવવા ની કલ્પના કરું છું
હું 2047 ની ભારતની મહિલાઓને સશક્ત તરીકે જોઉં છું,જેમની પુરુષો સાથે સમાન અધિકાર છે,જેમની સાથે નોકરીમાં કોઈ ભેદભાવ
નથી.હું જોઉં છું કે ભારતમાં તબીબી સુવિધાઓ સામાન્ય લોકો માટે સરળતાથી સુલભ છે.
મારું manvu છે કે 2047 માં ભારતનું દરેક બાળક શિક્ષિત થશે,જે ચોક્કસપણે સાર્થક થશે.આ માટે આપણે
સૌએ અત્યારથી જ પ્રયત્ન કરવા જોઈએ.આપણી આપણા મતભેદો ભૂલીને આગળ વધવાની જરૂર છે.જો
આપણે એકતા સાથે પ્રયત્ન કરીશું તો ભારત ચોક્કસપણે આત્મનિર્ભર બનશે.અને 2047 સુધીમાં વિશ્વ ગુરુ નું બિરુદ
ચોક્કસપણે તેના નામે થશે

No comments:
Post a Comment