Popular Posts

માતૃભાષા દિવસ


 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષા જ નહિ, એક સન્માન છે


દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે.

રાજ્ય સરકાર હમણાં જ માતૃભાષા માટે કરેલ પત્ર

અહીં ક્લીક કરો


માતૃભાષા નો અર્થ શુ?
 

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.

ગુજરાતી  ‘વિશ્વ માતૃભાષા દિવસ’ – ગુજરાતી ભાષાની પણ એક અલગ મજા છે,’છેવટે વિચારો કે સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે’


ગુજરાતી ભાષાના સૌ પ્રથમ શબ્દકોશની રચના કવિ નર્મદે કરી.


ગુજરાતી આપણી ભાષા ગૌરવ લેવા જેવી વાત છે.જેટલા ગર્વથી અંગ્રેજી બોલો તેટલા જ ગર્વથી ગુજરાતી બોલો.ગુજરાતી ભાષા શરમાવાની ભાષા નથી,ગૌરવ લેવાની વાત છે. વૈષ્ણવજન પદના રચયિતા "નરસિંહ મહેતા" છે.
વર્ષ ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસને ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી લઈને આજ દીન સુધી દર વર્ષે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે. ભાષાની જાળવણી આવનારી પેઢીઓ માટે એક મહત્વનું સકારાત્મક પગલું છે.
આજ કાલ દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક કડકડાટ અંગ્રેજી બોલે અને આગળ નામના મેળવે ત્યારે આવી ઘેલછામાં કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાથી દુર રાખતા થયા છે,અંગ્રેજી આવડવું જ જોઈએ એ સારી વાત છે પરંતુ અંગ્રેજી આવડવાની હોડમાં આપણી માતૃભાષા વિસરાય નહી તેનું ધ્યાન માતા-પિતાએ ખાસ રાખવું જોઈશે.

 અંગ્રેજી તો સારું જ છે પણ ગુજરાતી તો મારું છે: વર્ષ ૧૯૯૯માં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે જાહેર કરાયો





No comments:

Post a Comment