Popular Posts

શિક્ષકો મા ટે અગત્ય નું


👉દર વર્ષે મળતી ૧૨ સી.એલ. રજા સળંગ ભોગવી શકાય?*
શાળા સમય પહેલા કે બાદ દસ મિનીટ મોડું થાય તો આચાર્યે અડધા દિવસની રજા મૂકી શકે?

👉શનીવારે અડધી રજાનો સમય શું હોઈ શકે?*

👉મેડીકલ રજા માટે કયો રીપોર્ટ આપવો પડે?


<






*જાહેર  રાજા સાથે CL મૂકી શકાય..કે નહીં..? શુ છે સરકારી નિયમ..?*


રજા અંગે ની બીજી સમજ



રજા અંગે ના નિયમો 



રજા અંગે ના નિયમો  ઠરાવ




શાળા વ્યવસ્થા ક્યારે કરવાની થાય ? વ્યવસ્થામાં કયા શિક્ષકે જવાનું થાય..?
વ્યવસ્થામાં જનાર શિક્ષકને કેટલા અંતર પછી ટી.એ. બીલ મળે..?
વ્યવસ્થામાં જનાર શિક્ષક જે તે શાળાનો ચાર્જ સંભાળી , ખાતાકીય , વહીવટી અને નાણાકીય કામ કરી શકે





કોમ્યુટેડ રજા  માહિતી 






Ø  રજા એટલે શું?

              ૨જા એટલે સક્ષમ અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી કર્મચારીની ફરજ પરની ગેરહાજરી. (નિયમ-10 (1))

 :: રજાના પ્રકાર

તમામ કર્મચારીઓને મળતી રજાઓ૧) પ્રાસંગિક રજા

               પ્રાસંગીક રજા કે Casual Leave ને સામાન્ય રીતે C.L.તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારીને વર્ષ દરમિયાન 12 પ્રાસંગિક રજા મળવાપાત્ર છે. આ રજાની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવતી નથી. વર્ષ પૂરું થતા ન વપરાયેલી રજા જમા રહેતી નથી. 

(૨) મરજિયાત રજા

               સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રત્યેક કેલેન્ડર વર્ષ માટે મરજિયાત રજાનું લીસ્ટ જાહેર કરવામાં આવે છે. કર્મચારી વર્ષ દરમિયાન આ રજાઓ પૈકી કોઈ પણ બે રજાઓ ભોગવી શકે છે. આ રજાની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવતી નથી. વર્ષ પૂરું થતા ન વપરાયેલી રજા જમા રહેતી નથી. 

(૩) વળતર રજા

               કર્મચારી દ્વારા રજાના દિવસોમાં કરવામાં આવેલ કામના બદલામાં તેને વળતર રજાઓ આપવામાં આવે છે. કર્મચારીને જેટલા સમય સુધી રજાના દિવસો દરમિયાન રોકવામાં આવે તેટલા દિવસની વળતર રજા મળવાપાત્ર છે. આ રજા કર્મચારીએ જે તે વર્ષ દરમિયાન ભોગવવાની હોય છે. આ રજાની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવે છે. વર્ષ પૂરું થતા ન વપરાયેલી રજા જમા રહેતી નથી. 

આ ઉપરાંત મળતી રજાઓ.

(૧) પ્રાપ્ત રજા                         (નિયમ :- 46,49,50,150)

(૨) અર્ધપગારી રજા                  (નિયમ :- 27)

(૩) રૂપાંતરિત રજા                  (નિયમ :- 58)

(૪) બિન જમા રજા                  (નિયમ :- 59)

(૫) અસાધારણ રજા                 (નિયમ :- 60)

(૬) હોસ્પિટલ રજા                   (નિયમ :- 69)

(૭) ખાસ અશક્તતાની રજા         (નિયમ :- 74)

(૮) પ્રસુતિની રજા                    (

નિયમ :- 70)

(૯) પિતૃત્વની રજા                   (નિયમ :- 70)

(૧૦) ટીબી અને કેન્સર માટે રજા   (નિયમ :- 76)


No comments:

Post a Comment