દરેક પક્ષીઓ કેવું મીઠું બોલે છે તે સાંભરવા ની મજા આવશે.પોતાના બાળકો ને ખાસસ સંભરાવો 
વિશ્વ ચકલી દિવસ | world sparrow day
ચકલી એક નાનું, હલકા કત્થાઇ રંગનું, નાની પુંછ અને ટુંકી પણ મજબુત ચાંચ ધરાવતું પક્ષિ છે. મુખ્યત્વે તેં અનાજનાં દાણા તો ક્યારેંક નાના જંતુઓ પણ ખાય છે.
તારો વૈભવ રંગ મહેલ નોકર-ચાકર નું ધાડું
મારા ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું - રમેશ પારેખ
આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ છે. ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. ચકલા, ચકલી હાઉસ, સ્પેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હરીભરી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે.ફ્રાન્સની ઇકો સિજ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે. આ અંતર્ગત સૌ પ્રથમ વર્ષ 2010માં પ્રથમ વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના નિવાસી મોહમ્મદ બિલાલ નામના વ્યક્તિને ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરી હતી.પર્યાવરણના સંરક્ષણ માટે નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 માર્ચ ૨૦૧૧ થી ગુજરાતના અમદાવાદ ખાતેથી "ચકલી એવોર્ડ" નો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે.ભારતમાં ચકલીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. જો આપણે બચાવવા માટે કંઇ નહી કરીએ તો આ ચકલીઓ ખૂબ જ ઝડપથી સદાને માટે લુપ્ત થઈ જશે
ચકલી પર touch કરતા ગૃહકાર્ય પર જશો
ઉપર ના ફોટા ને ક્લીક કરતા તમે મારા blog પર જઈ શકશો

.jpeg)


.jpeg)


No comments:
Post a Comment