Popular Posts

aajno divs 16 march


ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ માં જોડાવો અને અવનવી માહિતી મેળવો.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી ગ્રુપ એટલે ગુજરાત પ્રાથમિક શિક્ષણ update

રાષ્ટ્રીય રસીકરણ દિવસ


ફોટા પર ક્લીક કરતા આપ પ્રાથમિક શિક્ષણ ની નવીન માહિતી પર જઈ શકશો.


 Rashtriy rasikaran Divas

 રાષ્ટ્રીય રસીકરણ દિવસ( National vaccination day) ને નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.વેક્સિનેશન ડે  લોકોને રસીકરણ નું મહત્વ સમજાવવાનું છે. દર વર્ષે ૧૬ માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.ભારત દેશમાં આ દિવસ સૌ પ્રથમ વર્ષ 1995 ઉજવવામાં આવ્યો હતો.આ દરમિયાન ભારતમાં pulse polio programme શરૂ કરાયો હતો.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ રસીકરણ હેલ્થ અને ડેવલપમેન્ટની સક્સેસ સ્ટોરી છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં રસીકરણ દ્વારા શરીરને નુકસાન પહોંચાડતા એજન્ટ સામે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે."રસીકરણ ની રસી આપીને શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવાની પ્રક્રિયા છે"


 રાષ્ટ્રીય રસીકરણ દિવસ નો હેતુ - ઉલ્લેખનીય છે કે દેશમાં રાષ્ટ્રીય રસીકરણ ની શરૂઆત પોલિયો  ને રોકવા માટે કરાઇ હતી આ દિવસ બીમારી વિશે અને રસીકરણ વિષે જાગૃતતા લાવવા માટે ઉજવવામાં આવે છે


ફોટા પર ક્લીક કરતા આપ પ્રાથમિક શિક્ષણ ની નવીન માહિતી પર જઈ શકશો.


👉અડાલજની વાવ

 રૂડાબાઈ ની વાવ કે જે મોટે ભાગે અડાલજની વાવ તરીકે ઓળખાય છે તે ગુજરાતમાં અમદાવાદ પાસેથી પસાર થતા સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાના અડાલજ ગામમાં આવેલી છે.આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.


👉 સ્થાપત્ય


ફોટા પર ક્લીક કરતા આપ પ્રાથમિક શિક્ષણ ની નવીન માહિતી પર જઈ શકશો.


 આ વાવ જુના પથ્થરથી નિર્મિત હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ નમૂનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે.  આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની ગણાય છે. ઉત્તર-દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ 251 ફૂટ છે. જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ 50 ફૂટ જેટલી.પાંચ માળની આ ઇમારત જમીનના પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે.જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે.જમીનમાં ઊંડા ખોદકામથી માટી ખસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે. જીની સિમેન્ટ કે સળિયા  વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે કરવામાં આવી છે.વાવમાં પગથિયાં દ્વારા ૫૦ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે.જ્યારે પશુની પાવા માટે તથા સિંચાઇની લગતા પાણી માટે ૧૭ ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ઘરઘંટી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે.ભારત સરકાર દ્વારા રજની ભાવની સુરક્ષિત સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવી છે.

ફોટા પર ક્લીક કરતા આપ પ્રાથમિક શિક્ષણ ની નવીન માહિતી પર જઈ શકશો.

જનરલ નોલેજ 

👉અહમદશાહે અમદાવાદ ની સ્થાપના કયારે કરી હતી?-- ઇ:સ 1411માં


 👉ગાંધીનગર શહેરની રચના કયા ફ્રેન્ચ શિલ્પીએ કરી હતી.?-- લા કlર્બુઝીયર


 👉મુનસર તળાવ ક્યાં આવેલ છે?--વિરમગામ


 👉ભરૂચ જિલ્લામાં કયા સ્થળે ૧૮ વર્ષે મેળો ભરાય છે?--ભાડભૂત


 👉ડાયનાસોરના ઈંડા સૌપ્રથમ ક્યાંથી મળ્યા હતા?--રૈયાલી (બાલાશિનોર )


 👉ખંભાત પૌરાણિક સમયમાં કયા નામે ઓળખાતું હતું?-- સ્તંભ તીર્થ


 👉ખંભાળિયા નો દરવાજો અને વિભા પેલેસ ક્યાં આવેલા છે?-- જામનગર


No comments:

Post a Comment