Popular Posts

anmol varta

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ આપને અવનવી માહિતી આપતું રહેશે .


ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ માં જોડાવો અને અવનવી માહિતી મેળવો.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી ગ્રુપ એટલે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ

MY WHAT UP JOIN 1 CLIK HERE 


MY WHAT UP JOIN 2 CLIK HERE 

ઓપરેશન 

 એક કંપનીમાં બોસ દર મહિનાની પાંચ મી તારીખ ના એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતા અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરી નું ડ્રો કરતાં એમાં જેનું નામ નીકળતું એને ૬ લાખ રૂપિયા બક્ષિસ રૂપે મળતાં.

એ કંપનીમાં ઝાડું પોતા કરવાવાળી બાઇને આ રૂપિયાની બહું જરૂર હતી. કારણકે એનાં દિકરાનું ઓપરેશન કરાવવા નું હતું. 

પણ આ તો લોટરી હતી એક જુગારની રમત હતી. એને ન લાગે તો દેખીતી રીતે એને એક હજારનું નુકસાન થાય એમ હતું. છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લાેટરી એને જ લાગે.

 બોસ ને એની દયા આવતી હતી. અને એ પણ ચાહતા હતા કે ઇનામ એને જ લાગે.

એણે પોતાના નામની કાપલી પર પાેતાના નામને બદલે બાઈ નું નામ લખીને કાપલી બાેક્ષમાં નાખી દીધી. અને મનાેમન પ્રાર્થના કરી કે ઈનામ બાઈ ને જ લાગે. 

આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. 

બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. બાેસે એક કાપલી કાઢી. કામવાળી અને બોસ અને તમામ સ્ટાફ ની ધડકન વધી ગઇ. 

હવે કોનું નામ નીકળશે.? એની આતુરતાથી સૌ રાહ જોઈ રહ્યાં.

એકજ પળમાં બાેસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો.

એ નામ કામવાળી બાઇનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. બોસ ની આંખાે પણ ભીની થઇ ગઇ.

બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. ત્યારે બાઈ એ આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે.

બોસ અમસ્તા જ લાેટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને જસ્ટ જાણવા ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઇનું જ નામ હતું. 

એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. 

પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. 

એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. 

ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી. 

એ લોકો ચાહત તાે લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી. 

હમેશાં યાદ રાખજો, જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન થાય, એવી રીતે મદદ કરશાે તાે ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે...

No comments:

Post a Comment