Popular Posts

si 4 school inspectar

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (sce) (school based comprehensive Evaluation)

 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એ બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ ની માહિતી મેળવવાની તથા તેનું વિશ્લેષણ તેમ જ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે.
 શાળાકીયસર્વગ્રાહી મૂલ્યાંકન ના પ્રકારો

(1)શૈક્ષણિક  મૂલ્યાંકન

(2) સહ - શૈક્ષણિક મૂલ્યાંકન


(1)શૈક્ષણિક  મૂલ્યાંકન

 👉રચનાત્મક મૂલ્યાંકન
 

👉સત્રાંત મૂલ્યાંકન

 👉સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન


(2) સહ - શૈક્ષણિક મૂલ્યાંકન

 તેના મૂલ્યાંકનમાં ચાર ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
 ક્ષેત્ર1. : વ્યક્તિગત અને સામાજિક ગુણો
 ક્ષેત્ર2.: વિદ્યાર્થીના વલણો
 ક્ષેત્ર3 : વિદ્યાર્થીના રસના ક્ષેત્રો
 ક્ષેત્ર4:  કાર્યlનુભવ

 ગ્રેડિંગ પદ્ધતિ

- ગ્રેડની વિવિધ પદ્ધતિ છે.જેમકે,ત્રિ બિંદુ, પંચ બિંદુ,સપ્ત બિંદુ,નવ બિંદુ, પંચ બિંદુમાં
A±, A, B, B±,B, C એમ.ગ્રે ડ આપી શકાય.


(1) પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ: ગુજરાતમાં હાલમાં ધોરણ એક(1) અને બે (2)માં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શિક્ષક બાળકની સિદ્ધિ નું મૂલ્યાંકન કરી સીધો ગ્રેડ આપે છે

(2) પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ
 આ પ્રકારની પદ્ધતિમાં વિદ્યાર્થીના ગુણને ગ્રેડ માં રૂપાંતરિત કરવામાં આવે છે.ધોરણ 3 થી 7 માં આં પ્રકાર ની પદ્ધતિ છે.


 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ના વિવિધ પત્રકો:

 પત્રક A ( રચનાત્મક મૂલ્યાંકન)

- ધોરણ ત્રણ(3) થી (8)આઠ મા આ પત્રકો ભરવાના હોય છે.
- જે તે વિષયના પ્રતિનિધિરૂપ વિધાનો પસંદ કરવાના હોય છે.
- હેતુ ની ક્ષમતા સિદ્ધ થાય તો ખરાની નિશાની,હેતુ ની ક્ષમતા આંશિક રીતે સિદ્ધ ન થઈ હોય તો"?" ની નિશાની ફની હેતુની ક્ષમતા સિદ્ધ ન થઈ હોય તો " × " ની નિશાની કરવામાં આવે છે.
- પત્રક એમાં 40 ગુણમાંથી સિદ્ધ કરેલી ક્ષમતાઓની આધારે ગુણ આપવામાં આવે છે. તેના માટે નીચે નું સૂત્ર યાદ રાખો

 મેળવેલ ગુણ= ખરા ના નિશાની ની કુલ સંખ્યા/ (÷) સત્ર ની  કુલ ક્ષમતાઓની સંખ્યા× 40


પત્રક -બ ( વ્યક્તિત્વ વિકાસ પત્રક)

 વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ નું માપન આ પત્ર કરે છે
- આ પત્રકમાં કુલ ચાર ક્ષેત્રમાં 40 વિધાનો હોય છે
- 40 વિધાનોમાં થી નવ વિધાનો શિક્ષકે જાતે નક્કી કરવાના હોય છે.

 પત્રક C=(પરીણામ પત્રક)

-સત્ર ના અંતે આ પત્ર ભરવાનું  હોય છે.
- ધોરણ 3 થી 8 માં  જુદા-જુદા વિષયો તેમજ વ્યક્તિત્વ વિકાસના મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીની મેળવેલ ગુણ ના આધારે એ ગ્રેડ આપવામાં આવે છે.
- ધોરણ -8 મા પરિણામ પત્રક માં ગુણ અનેગ્રેડ બંને  આપવામાં આવે છે


 પત્રક ડી(D) 

ધોરણ એક થી બે ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે છે.

 પત્રક એ ( સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક)


 ધોરણ1 થી  8 સુધીમાં વિદ્યાર્થીની અલગ-અલગ ક્ષેત્રોમાં કરેલા વિકાસને ધ્યાનમાં લઈને મૂલ્યાંકન કરીને પત્રક  ભરવાનું હોય છે.


 પત્રક F 

આ પત્રકમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થી ની મૂલ્યાંકનના આધારે ગ્રેડ આપવાનો  હોય છે.


પત્રક G  ( શાળાંત પ્રમાણપત્ર)

ધોરણ 8 સુધીનો અભ્યાસ વિદ્યાર્થી પૂરો કરે પછી આં પત્રક આપવામાં આવે છે.
- આ પત્રકમાં વિદ્યાર્થી અભ્યાસ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ કરી હોય.તેનું ચિત્ર આ પત્રકમાં મળે છે

પ્રજ્ઞા અભિગમ

👉2010
👉પ્રવુતિ દ્રારા જ્ઞાન
👉પ્રજ્ઞા એટલે  બુદ્ધિ,સમજણ અને શાણપણ નો સમાવેશ


 પ્રજ્ઞા અભિગમની વિશેષતાઓ:

 ✒️ આ અભિગમમાં બાળકો પાથરના  ના પર બેસીને શિક્ષણ મેળવે છે
✒️ milestone પાર કરવાના હોય છે
✒️ તેમાં છાબડી  રાખવામાં આવી હોય છે
✒️ પ્રજ્ઞા માં સપ્તરંગી ( જાનીવાલીપીનારા )શિક્ષણ પ્રણાલી છે.
✒️  ધોરણ 1 માં  1થી 8
✒️ ધોરણ  2 માં  9 થી 18
✒️  ધોરણ 3 માં 18 થી 27
✒️  ધોરણ 4 માં  27 થી 34  માઈલસ્ટોન છે.
 પ્રજ્ઞા અભિગમ મા ગ્રુપની રચના
✒️ ૬ ગ્રુપની રચના કરવામાં આવી છે
1 શિક્ષક સપોર્ટ ગ્રુપ
2. આંશિક શિક્ષક સપોર્ટ ગ્રુપ
3. પીયર સપોર્ટ ગુપ
4. આંશિકપીયર સપોર્ટ ગુપ
5. સ્વયં શિસ્ત માં શીખી શકે તેવું ગ્રુપ
6. શીખવાની રીત નું મૂલ્યાંકન કરી શકે તેવું ગ્રુપ

👉 imp 

અગત્ય ના પ્રશ્નો

1. બાળક 12 વર્ષની થાય ત્યારે કેટલું શબ્દ ભંડોળ ધરાવે છે?=10000શબ્દો

2. કર્મચારીઓની નોકરીનો મહત્વનું રેકોર્ડ? = સેવાપોથી

3. Imp  કયા વર્ષથી ગુણોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી?=2009

4. ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં સંસ્કૃત શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે?= ધોરણ 6 થી

5. ગુણોત્સવની વેબસાઈટ જણાવો?= www.gunotsv.org

6. ગુજરાતના શેક્ષણિક  રીતે પછાત વિસ્તારોમાં કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા માટે કયો કાર્યક્રમ અમલમાં છે? = નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ

7. વર્તમાન અધ્યાપનમાં સૌથી પ્રભાવી પદ્ધતિ કઈ છે?= ઈ લર્નિગ

8. CCE નું પૂરું નામ જણાવો= Continuous And Comprehensive Evaluation

9. ગુજરાતમાં કયા કેળવણીકાર ના માર્ગદર્શન હેઠળ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો અમલ થયો હતો?= રવિન્દ્રભાઈ દવે

10. પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની લશ્કરી તાલીમ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર રાજ્ય પરીક્ષા બોર્ડ કઈ  પરીક્ષાનું આયોજન કરે છે?=RIMC પરીક્ષા

11. પ્રશ્નપત્ર ની બ્લુ પ્રિન્ટ માટે ના હેતુઓ = જ્ઞાન,સમજ ઉપયોજન, કૌશલ્ય

12. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ નું સામાયિક= બાલ સૃષ્ટિ
વાક્ય = તમસો માં જ્યોતિર્ગમયલ

13. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણ સામાયીક નું મૂળ નામ શું હતું?= શાખા પત્ર

14. પ્રાથમિક નિયામક કચેરી ક્યાંથી અસ્તિત્વમાં આવી હતી?= 1/12/1986

15. શાળામાં નિમણૂક થાય ત્યારે ઉમેદવારી શારીરિક યોગ્યતા પ્રમાણ પત્રક કેટલા સમયમાં રજૂ કરવાનું થાય છે?= નિમણૂકની તારીખથી ત્રણ મહિનામાં

16. ગ્રાન્ટ  ઇન કોડ ની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને કઈ સમિતિ દ્વારા થાય છે?=1854 ચાલ્સ વુડનો ખરીતો 

17. ભાષાનું સૌથી નાનામાં નાનો એકમ કયો છે?= વર્ણ

18. ગુજરાતી ભાષાના અધ્યયનની ક્ષેત્રો બાળકોને  શીખવાનો  સાચો ક્રમ કયો છે? = શ્રવણ, કથન,વાંચન લેખન

19. ગુજરાતમાં ક્ષમતા લક્ષી કાર્યક્રમ કયારથી અમલમાં આવ્યો?=જૂન 1995
20 .અપવ્ય  નું સૌથી મહત્વનું પરિબળ= આર્થિક લાચારી

👉Diet modul computer  download   ict  માટે અગત્ય નું 

👉Keyboard download

Computer book  download

👉ગુજરાત પ્રા શિક્ષણ અપડેટ જે આપને શિક્ષણના

તમામ સમાચાર આપશે .

Ubantu word  download

Com . std 6 

downlod



No comments:

Post a Comment