Popular Posts

આચાર્ય રામમૂર્તિ સમિતિ (1990)*

 *આચાર્ય રામમૂર્તિ સમિતિ (1990)*


 વર્ષ 1989માં સંયુક્ત મોરચાની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી.

તેના દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ-1986માં સંશોધન કરવાની કવાયત 

શરૂ કરી તેના માટે આચાર્ય રામમૂર્તિ સમિતિના અધ્યક્ષતામાં એક | 

સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ સામે ત્રણ મુખ્ય વિષય

વિચારણા માટે રજૂ કરવામાં આવ્યા. (1) ઈ.સ. 1986ની રાષ્ટ્રીય | 

શિક્ષણનીતિ અને તેના ક્રિયાન્વયનની સમીક્ષા કરવી. (2) નીતિમાં

સુધારા-વધારા માટે જરૂરી ભલામણો કરવી. (3) સંશોધિત નીતિના

કાર્યાન્વયન માટે સમયબદ્ધ યોજના બનાવવી. આ સમિતિ દ્વારા

કરવામાં આવેલી ભલામણો નીચે મુજબ છે:

(1) પછાતવર્ગના લોકોના શિક્ષણ માટે કાર્યક્રમ બનાવવો અને તેના

પર જરૂરી ખર્ચ કરવો.

(2) શિક્ષણમાં મોડ્યુલ તથા સેમિસ્ટર પદ્ધતિ અપનાવવી.

(3) તમામ પ્રકારની સામાજિક-આર્થિક અસમાનતાઓ દૂર કરવા

ખાનગી શાળાઓને પણ સામાન્ય વિદ્યાલયના માળખામાં

સમાવી લેવા.

No comments:

Post a Comment