નવી વર્ધિત પેંશન યોજ્ના (NPS)
 તારીખ 1/4/ ૨૦૦૫ થી નિયત કરવામાં આવેલી નવી વર્ધિત પેંશન યોજના અમલમાં મુકેલ છે ..જોઈએ આ યોજના 
આ યોજના કોને લાગુ પડે છે?
આ નવી વર્ધિત પેંશન યોજના તા. 01 .04 .2005 ના રોજ અથવા ત્યારબાદ નવી નિમણુંક પામનાર નીચે દર્શાવેલ કર્મચારીઓને લાગુ પાડવામાં આવેલ છે..1) તા 01.04.2005 ના રોજ કે ત્યારબાદ નિમણૂક પામતા તમામ સરકારી તથા પંચાયત ના કર્મચારીઓ
2) રાજ્ય સરકારના કર્મચારીઓ સમકક્ષ લાભો મેળવવા હાલ પાત્રતા ધરાવે છે તેવા બોર્ડ /કોર્પોરેશનના નિમણૂક પામનાર કર્મચારીઓ તથા પેન્શન યોજના લાગુ પડતી હોય તેવી સહાયક અનુદાન મેળવતી સંસ્થા માં પહેલી એપ્રિલ -2005 ના રોજ કે ત્યારબાદ નિમણૂક પામનાર તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ.
3) રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ માસિક ઉચ્ચક પગાર નીતિ અન્વયે નિમણૂક પામેલા તથા હવે પછી નિમણૂક પામનાર કર્મચારીઓ કે જેવો તારીખ 01.05.2005 કે પછી નિયમિત પગાર ધોરણમાં નિમણૂક પામે તેવા કર્મચારીઓ
4) રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હેઠળની વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયક ની યોજના હેઠળ નિમણૂક પામેલ કે પામનાર શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ તેમજ તે યોજના હેઠળ નિમાયેલા પરંતુ તારીખ 01.04.2005 પછી નિયમિત પગાર ધોરણ મેળવનાર કર્મચારીઓ
યોજનાના અમલીકરણ ને કારણે અન્ય નિયમોમાં ફેરફાર અન્ય નિયમોમાં કરવાના થતાં સુધારા
આ યોજનાની રૂપરેખા ભારત સરકારની યોજના આધારિત છે .ઉપરોક્ત યોજના અમલી થતાં ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002 માં ઘટીત સુધારા કરવામાં આવ્યા છે.
તા. 01.04.2005 છે પછી જોડાયેલા કર્મચારીઓને ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો હેઠળ નિવૃત્તિ લાભો મળવાપાત્ર થતા નથી
યોજનાના Tier :
👫ઉપરોક્ત યોજનામાં બે TIER રહે છે TIER -1 અને TI ER -2👫TIER-1 કર્મચારી નું ફાળો અને મેચિંગ contribution
👫TIER-1 અન્વયે મૂળ પગાર હતા મોંઘવારી ભથ્થાના ૧૦ ટકા રકમ નો ફાળો કર્મચારીએ આપવો ફરજીયાત છે
👫ફાળાની રકમ નજીકના રૂપિયામાં રાઉન્ડ કરવાની રહેશે
👫મોંઘવારી ભથ્થા સિવાયની અન્ય કોઈ ભથ્થા વગેરેની રકમ કપાત માટે ધ્યાને લેવાની નથી.
👫ફાળાની રકમ જેટલી જ રકમ રાજ્ય સરકાર/ સંબંધિત સંસ્થાઓએ મેચિંગ કોન્ટ્રીબ્યુશન તરીકે જમા કરાવવાની રહેશે
👫Tier -1 માથી અંશતઃ ઉપાડ માટે નાણા વિભાગના ઠરાવ ક્રમાંક :નપંન -102011-D -24 P ,તા.03.04.2018 થી માર્ગદર્શિકા નક્કી કરવામાં આવેલ છે
👫શાળા ની વસુલાત કર્મચારી નિયમિત સેવામાં દાખલ થાય તે પછીના માસથી કપાસ કરવાની રહેશે.
👫હાલ ફક્ત Tier -1 અમલમાં મુકવામાં આવેલ છે
TIER -2
1 TIER -2 વૈકલ્પિક છે તથા સીધુ જ કર્મચારી બેંકમાંથી ખાતું ખોલવાનું રહે છે2. TIER -2 નસિંગ contribution આપવાનું રહેતુ નથી
TIER -1 નું અમલીકરણ
👫નવા જોડાયેલા સભ્યોની નાણાં વિભાગના 06 .06 .2005 ના ઠરાવ અથવા પરિશિષ્ઠ 1 માં નામ, પગારધોરણ, જન્મ 👫તારીખ, તથા નોમિનેશન ની વિગતો આપવાની રહેશે.👫સંબંધ કરતાં ઉપાડ અને ચુકવણી અધિકારીએ ઠરાવના પરિશિષ્ટ-૧ ની વિગતોમાં અંતિત પછીના મહિનાની સાતમી(7) તારીખ પહેલા ખાતાના વડાની પરિશિષ્ટ-૨ માં મોકલવાની રહેશે
👫ખાતાના વડાની પરિશિષ્ટ-૨ ની વિગતો એકત્ર કરી માહિતી પરિશિષ્ટ-૨( ક )માં જે તે મહિનાની 10 તારીખ સુધીમાં નવી વર્ધિત પેન્શન શાખા, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ,ગાંધીનગરની મોકલવાની રહેશે.
👫પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ની માહિતી મળેથી દિન(7) માં ખાતા નંબર ફાળવી આપશે .
ઉપાડ અને ચુકવણા અધિકારીએ કર્મચારીની ખાતા નંબર ની જાણ લેખિતમાં કરશે .ઉપાડ અને ચુકવણી ના અધિકારી કર્મચારીની ફાળવાયેલા ખાતા નંબરની વિગતોની નોંધ પગાર પત્રક સેવાપોથીમાં કરશે
પરમેનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN)
👫Central record keeping agency ફંડ મેનેજરની નિમણૂક થતા નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાયેલ અને હવે પછી જોડનાર કર્મચારીઓ માટે NSDLમાંથી પરમેનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર PRAN મેળવવો ફરજિયાત છે .જે માટે નિયત ફોર્મ CRSF VER 1.2 ભરવાનું થાય છે.👫સરકારશ્રીના નાણાં વિભાગના તારીખ 30. 8. 2011 ના પરિપત્રો થી સંકલિત નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિ(IFMS )હેઠળ નવી વર્ધિત પેન્શન યોજના ની માસિક કપાતો સરકારી શાળા સાથે નિયમિત સત્વરે કેન્દ્રીય યોજના હેઠળ તબદીલ થાય તે હેતુસર ઓનલાઇન કરવાનું નિયત કરાવેલ છે .
👫આ યોજના હેઠળનું ફંડ કેન્દ્ર હસ્તકની પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ની માર્ગદર્શિકા આધારિત રાજ્ય સરકાર નક્કી કરે તે મુજબ વિનિયમિત થાય છે .
પરમેનેન્ટ પેન્શન એકાઉન્ટ નંબર PERMANENT PENSION ACCOUNT NUMBER
👉નંબર એલોટમેન્ટ ની પ્રક્રિયા મુજબ આ નંબર 16 આંકડાનો છે ,જેની ફાળવણી નીચે મુજબ છે👉આ નંબરના પ્રથમ ચાર આંકડા સરકારી સેવામાં જોડાયા નું વર્ષ દર્શાવશે
👉પછી બે આંકડા વહીવટી વિભાગ નો કોડ દર્શાવે છે
👉પછીના ત્રણ આંકડા હિસાબી અને તિજોરી નિયામકની કચેરી ના કચેરીના E.D.P.Iદ્વારા આપવામાં આવેલ ખાતા ના વડા ના ઉપાડ અને ચુકવણી અધિકારીનો કોડ દર્શાવે છે.
👉પછીના બે આંકડા જેથી જિલ્લા માટે નિયત કરેલ છે .
👉છેલ્લા પાંચ આંકડા કર્મચારીની કેટેગરી તથા વ્યક્તિગત સીરીયલ નંબર રહેશે .જે વિભાગના વડા ની કચેરી માટે અંગ્રેજી વિષય વર્ષના જાન્યુઆરી માસથી શરૂ કરીને ડિસેમ્બર માસ સુધીમાં 0001 થી શરૂ કરીને વ્યક્તિગત કર્મચારી ને લગતો સીરીયલ નંબર ફાળવવામાં આવશે .
👇દાખલા તરીકે
2008 વર્ષ 06 વહિવટી વિભાગ 044 વિભાગના વડા 51 જિલ્લાનો કોડ 13483 સીરીયલ નંબર
2008060445113483
નોંધ =
👫ત્કર્મચારી નો PPA નંબર તથા PRAN નંબર Generate થાય ,ત્યારબાદના પગારબીલ માસિક તપાસ ચાલુ કરવાની થાય છે👫નાણા વિભાગના ઠરાવ ક્રમાંક: નપન -102011-D -245-(1096/2014)જી તારીખ 20. 10 .2014 થી નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પડે છે તેવા કર્મચારીની નિવૃત્તી /અવસાન ના સમય માં રજાનું રોકડમાં રૂપાંતર મળવાપાત્ર છે
👫નાણા વિભાગના ઠરાવ ક્રમાંક:નપન -2003-GOI -10 P તારીખ 24 .10 .2010 થી નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાયેલ કર્મચારીનું મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી નો લાભ મળવાપાત્ર છે
PPA તથા PRAN નંબર મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ ની યાદી
1 પરિશિષ્ટ ૧2 પરિશિષ્ટ ૨
3.પરિશિષ્ટ ૨ (ક )
4 CSRF:VER; 1.2 ફોર્મ
5. પાનકાર્ડ
6.આધાર કાર્ડ
7.બેંકની વિગત
8. પુરા પગારના આદેશ /નિમણુક હુકમ


No comments:
Post a Comment