Popular Posts

શબ્દો,શબ્દ સમૂહ માટે એક શબ્દ

 

  તત્સમ શબ્દો 💦

PDF  માટે  GUJRATI VYKRAN POST PAR  JAVU

આપણે અને આપણા બાળકોએ સમજવાં જેવા શબ્દો કે જે આપણી ભાષામાં વપરાતા તત્સમ શબ્દો છે.

બહુ ઓછી ભાષામાં જોવા મળે છે. આ શબ્દો

● દોયડી- કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે

● જાળી - ભમરડો ફેરવવા માટે

● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ

● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું

● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું

● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી

● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી

● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી

● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.                           ● ડામણ - ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.

● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન

● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી

■ આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે

 દા. ત.

● શીંદરી- નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.

● સૂતળી - શણમાં થી બનાવેલી દોરી

● અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.

● લુગડું - સાડીને લુગડું પણ કહે છે.


■💥ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો💥 ■

● પરોણો - બળદને હાંકવા માટેની લાકડી

● કળીયુ - ખેતી માટેનું સાધન

● બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.

● ફાળ - હળનો નીચેનો ભાગ

● કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો

● કોસ (ઉ. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન

● સુંઢ - કોસનો ચામડાનો ભાગ

● ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર

● પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું

● તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન

● ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન

● પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું

● ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા

● ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા

● પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું

● તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન

● ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન

● બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન

● સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય

● રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન

 રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન

● નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ

● મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય

● વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.


● સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.

● વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.

● પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે

● ઢોલિયો - મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.

● નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.

● ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે.

● છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.

● ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા

● કેડો - રસ્તો

● કેડી - પગ રસ્તો

● વંડી - દિવાલ

● કમાડ - મોટું બારણું       ● ડેલો - મોટા કમાડવાળું બારણું.


         🌌શબ્દસમૂહ માટે એક શબ્દ.🌌

   ○●》અતિ મૂશ્કેલ કે મોટું કામ=  જગન* 

    ○●》અવધિ કે હદ બહારનું= નિરવધિ*

    ○●》કાગળ બનાવનાર કારીગર = કાગદી*     

     ○●》ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી= જંબીલ*

     ○●》ખોદીને પડતર રાખેલું ખેતર=  ચારુ*

      ○●》ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ= ચંપૂ*

     ○●》ઘસડાઇને આવેલો કાદવ= ચગું*

     ○●》ઘોડાનો દાબડાનો અવાજ= પડઘી*

     ○●》ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી= ચિત્રિણી*

     ○●》ચિત્રકામ કરનારો=  ચિતારો*

    ○●》ચીરેલો લાકડાનો ટૂકડો=  ચિતાળ*

     ○●》ચોરનું પગલું= પગેરૂ*

    ○●》જન્મ આપનારી= જનયિત્રી*

    ○●》જમાઉધારનું તારણ= તારીજ*

     ○●》તપ વડે પાપ ક્ષીણ કરવું તે= નિર્જરા*

     ○●》ત્રણ થાંભલાવાળું વહાણ= તરકોશી*

    ○●》દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ= પંચામૃત*

     ○●》દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ = નેવેદ

○●》ધાર કાઠેલું=  નિશિત*

    ○●》નદી પાસેની નીચી જમીન= કાછઇ*

    ○●》નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો= પુલિન*

    ○●》નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ=  તરાપો*

     ○●》નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ=  તાવરસું*

     ○●》નાશ પામે તેવું=   નશ્વર*

      ○●》પડછાયારૂપ આકૃતિ= પ્રતિચ્છંદ*

       ○●》પવિત્ર હોવાનો ઢોંગ કરતું= ચાગલું*

       ○●》પહાડની તળેટીનો પ્રદેશ= તરાઇ* 

       ○●》પાછા આવવું તે= પ્રત્યાગમન*

      ○●》પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી= પખાલ*

      ○●》પાણીમાં બાંધેલો કિલ્લો=  જંજીરો* 

     ○●》પૈસાનો ચોથો ભાગ=  દમડી*

     ○●》બળદને અપાતો સૂકો દાણો= ચંદી*

    ○●》બે પાંપણ મળવી કે ભેગી થવી તે= કસો*

    ○●》માખીઓ વિનાનું= નિર્માક્ષિક*

     ○●》માત્ર એક જ= તન્માત્ર*

    ○●》મોરના પીંછનો  લગ્ન=  કલાપ*

    ○●》રણમા રેતી ઊડીને થતો ઢગલો= ઢૂવો*

No comments:

Post a Comment