👉
સમીક્ષા કરતા પેહલા 
1.પુસ્તક પસંદગી 
2. કાળજી પૂર્વક વાંચન 
3. જે અનુભવ થાય તે નોંધવું 
👉પુસ્તક સમીક્ષા નું માળખું 
A  પ્રસ્તાવનાઃ 
👉લેખક નું નામ ,પુસ્તકનું નામ ,પ્રકાશક 
👉પાના ની સંખ્યા ,કિંમત ,ISBN
નંબર જેવા બાહ્ય લક્ષણો
(ટૂંકમાં )
👉લેખક નો અતિ સંક્ષિપ્ત પરિચય 
👉પુસ્તક શા માટે પસન્દ કર્યું 
👉મુખ્ય વિષય  4/5 લીટી માં 
B  વિષય વસ્તુ નો સારાંશ 
👉 પુસ્તક નો મધ્યવર્તી વિચાર ,હેતુ 
👉 લેખક ની લેખન શૈલી 
👉 પુસ્તક ના બૌદ્ધિક ,સાંવેગિક ,અને સૌંદર્ય લક્ષી ગુણ 
👉 મુદા ઓની ગોઠવણી ,આધારરૂપ બાબત 
C પુસ્તક નું વિશ્લેષણ અને મુલ્યાકંન 
👉 પુસ્તક સમીક્ષા નો મોટો અને ફકરા સ્વરૂપે નો ભાગ 
👉 લેખક નો હેતુ શું છે ?
👉 લેખક નો હેતુ સિદ્ધ થયો છે ,બધા પાસા ને આવરી લીધા છે 
👉 ભાષા સ્પષ્ટ અને લોકભોગ્ય છે .
👉 માહિતી કેવી સચોટ છે 
D  સમાપન 
👉પુસ્તક ની તમારા પર પડેલ અસર .
👉અત્યાર ના સમય સાથે અનુબંધ .
👉પુસ્તક ની સારી અને નબળી બાબતો 
👉બીજા ને વાંચવા ભલામણ કરશો જો "હા" તો
શા માટે? અને "ના" તો શા માટે ?
એક પુસ્તક સમીક્ષા no  vidiyo ahi clik karo 
પુસ્તક સમીક્ષા
પુસ્તકનુંનામ  :-  અગનપંખ ( Wings of Fire)     
લેખકનું નામ  :-   એ.પી.જે.અબ્દુલકલામ
અનુવાદક    :-   હરેશ ધોળકિયા
સાહિત્ય પ્રકાર :-  આત્મકથા
મુખ પૃષ્ઠ.    :-    એ. પી.જે. અબ્દુલ કલામનો ફોટો આપેલ છે.
મલ પૃષ્ઠ    :-
બાંધણી.    :-   આ પુસ્તકની બાંધણી ફેવિકોલથી કરવામાં આવી છે. 
કિંમત.   :-  150 
પ્રકાશન  :-. સારસ્વત વતી ગૂર્જર  પ્રકાશન
     
            ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ
રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર  જૈનુલબ્દ્દીન  અબ્દુલ
કલામ  ( એ.પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ
હતા. તેમને ‘ ઇન્ડિયા :એ. વિઝન ફોર ધ ન્યુ  મિલેનિયમ  અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજીમાં લખેલાં
પુસ્તકો છે. તેમણે અરુણ તિવારી સહકારથી પોતાની આત્મકથા વિન્ગ્ઝ ઓફ ફાયર લખી
છે.તેનો ગુજરાતી અનુવાદ અગનપંખ હરેશ ધોળકિયાએ કર્યો છે.આ માત્ર તેમની આત્મકથા જ
નથી;આધુનિક ભારતીય અવકાશ વિજ્ઞાનનો ઇતિહાસ છે. 
     
           
     
             પુસ્તકની શરૂઆત તત્કાલીન મદ્રાસ રાજ્યના રામેશ્વરમ
ગામના એક મધ્યમવર્ગીય તમિલ કુટુંબથી  થાય છે.
ડૉ. કલામ તેમના પિતાની જન્મજાત સાહજિકતા, બુદ્ધિપ્રતિભા અને
ઉદારતાનું વર્ણન કરતાં લખે છે કે ‘ તે દરરોજ કેટલા લોકોને ભોજન
કરાવતાં તે હું ચોક્કસ કહી શકું તેમ નથી….’ રામેશ્વરમ મંદિરના મુખ્ય
પૂજારી  શ્રી લક્ષ્મણ શાસ્ત્રીની તેમના  પિતાજી  સાથેના ગાઢ મિત્રતાનો ખાસ ઉલ્લેખ કરતાં ડૉ.કલામ
જણાવે છે કે મારા પિતા અને શાસ્ત્રીજી ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચાઓમાં  મશગુલ રહેતા.ડૉ.કલામના જીવનમાં તેમના પિતાની ઉંડી અસર વર્તાય છે.
તેમણે સમગ્ર જીવન દરમિયાન તેમના વિજ્ઞાન અને ટેકનોલોજીના જગતમાં તેમના પિતાને
અનુસરવાનો પ્રયાસ કર્યો હતો. 
     
             શાળા જીવન દરમિયાન વિજ્ઞાન શિક્ષક શિવસુબ્રમણ્ય
ઐયર તેમની સાથે કલાકો ગાળતા અને કહેતા : કલામ , હું તને એટલો વિકસિત જોવા
માંગું છું.જેથી તું મોટા શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે …’ શ્રી ઐયર  જેવા વૈદિક બ્રાહ્મણના ઘેર ભોજન કરવાના પ્રસંગે
શિવસુબ્રમણ્ય ઐયરના સામાજિક 
બંધનો તોડવાના પ્રયાસનો ખાસ
ઉલ્લેખ તેમણે  કર્યો છે.
     
      આત્મકથામાં
ડૉ.કલામનો સ્વભાવ અને વ્યક્તિત્વનો ખાસ ઉલ્લેખ કરે છે. પુસ્તકની રસપ્રદ બાબત એ છે
કે તેમની શાળા કોલેજના શિક્ષકો અને સાથી વિજ્ઞાનીઓના સુંદર વ્યકિતચિત્રો દ્વારા
ડૉ.કલામ કોઈ વ્યકિતગત ઘટનાથી વાચકને પર  કરીને
તેમને એરફોર્સ પાયલોટ બનવાના નિષ્ફળ પ્રયાસો તેમજ કલેકટર બનવાની ઈચ્છા  છતાં પોતે રોકેટ ઇજનેર કેમ બન્યા તેની છણાવટ  પુસ્તકમાં ઉપસી આવી છે. . કલામની સફળતા કે નિષ્ફળતાની જ અંગત કથા
માત્ર નથી, પણ પ્રોધોગીકી  ક્ષેત્રે
સંઘર્ષ કરતાં આધુનિક ભારતની કહાની છે. ડૉ. કલામના મત પ્રમાણે તેમના માતા પિતા  તથા શિક્ષકો  અને માર્ગદર્શકો પ્રત્યે ઋણ અદા કરવાનો આ
પુસ્તકમાં તેમનો પ્રયાસ છે.
     
       આત્મકથામાં પ્રો. સારાભાઈ , સતીશ ધવન , ડૉ.બ્રમપ્રકાશ ,
જર્મન રોકેટ વિજ્ઞાની
વોનબરોન  જેવા મહાન વૈજ્ઞાનિકો સાથેના સંસ્મરણો  સાથે આ લેખની આ કથા માત્ર આત્મકથા બની ન રહેતા જીવનોપયોગી પુસ્તક હોવાનો
ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.

No comments:
Post a Comment