(ૐ -) ઓમને અનાહત નાદ કહે છે, જે પ્રત્યેક વ્યક્તિની ભીતર અને આ બ્રહ્માંડમાં સતત ગૂંજ્યા કરે છે. તે સતત ગૂંજ્યા કરે છે તેનું કોઈ કારણ નથી. સામાન્ય રીતે નિયમ છે કે ધ્વનિ કોઇક સાથેના ઘર્ષણથી કે કોઇકની સાથે અથડાવાથી ઉત્પન્ન થાય છે, પણ અનાહતને ઉત્પન્ન નથી કરી શકાતું.
પ્રજાપતિના બે સંતાન દેવગણ અને અસુરગણ હતાં.પરસ્પર યુદ્ધ કરવા લાગ્યાં.તો દેવગણોએ વિચાર કર્યો કે ઓમકારની ઉપાસના કરીને,અસુરોને હરાવીશું.
દેવોએ નાસિકા સ્થિત પ્રાણના રૂપમાં ઓમકારની ઉપાસના કરી, પરંતુ અસુરોએ એ પ્રાણને પોતાના પાપથી ભ્રષ્ટ કરી દીધો .પાપથી વીંધવાના કારણે એ પ્રાણ સુગંધ અને દુર્ગંધ બંનેયને ગ્રહણ કરે છે.
પછીથી દેવોએ વાણી ના રૂપમાં ઓમકારની ઉપાસના કરી પરંતુ અસુરોએ પોતાના પાપથી વાણીને ભ્રષ્ટ કરી દીધી.પાપથી વીંધાવા ને કારણે વાણી સત્ય અને અસત્ય એમ બંનેય પ્રકારનું બોલવા લાગી.
પછી દેવોએ ચક્ષુના રૂપે ઓમકારની ઉપાસના કરી. પરંતુ અસુરોએ પોતાના પાપથી એને ભ્રષ્ટ કરી દીધી. પાપથી ભ્રષ્ટ થઈ જવાને કારણે નેત્ર જોવાલાયક અને ના જોવા યોગ્ય એમ બંને ને જુએ છે.
પછી દેવોએ કાનના રૂપમાં ઓમકારની ઉપાસના કરી. ત્યારે અસુરોએ પોતાના પાપથી એને ભ્રષ્ટ કરી દીધા. પાપથી વીંધાવા ને કારણે કાન સાંભળવા જેવી અને ન સાંભળવા જેવી બધી વાતો સાંભળે છે.
ત્યારબાદ દેવો એ મનના રૂપમાં ઓમકારની ઉપાસના કરી. ત્યારે અસુરોએ પોતાના પાપથી તેને પણ ભ્રષ્ટ કરી દીધું. આથી મન વિચારવા યોગ્ય અને અવિચારણીય બધી જ વાતો પર વિચાર કરવા લાગ્યું.
ઋષિએ સ્પષ્ટ કર્યું છે, ઇન્દ્રિયોથી સંબંધિત પ્રાણથી પણ ઓમકારની સાધના કરી શકાય છે, પરંતુ થોડું પણ ચૂકી જવાથી ,ભૂલ થવાથી, બેદરકાર રહેવાથી, આસુરી પ્રવાહ ભળી જાય છે. મુખ્ય પ્રાણ દ્વારા ઓમકારની સાધના કરવાથી આસુરી પ્રપંચ અસફળ બની જાય છે.
પછી દેવોએ મુખ્ય પ્રાણના રૂપે ઓમકારની ઉપાસના કરી.અસુરોએ તેને પણ પાપ યુક્ત કરવા ઈચ્છું પરંતુ તે સફળ ન થયા.
આ મુખ્ય પ્રાણ દ્વારા માનવ સુગંધ અથવા દુર્ગંધનો અનુભવ કરતો નથી. કારણકે એ પાપ સાથે જોડાયેલું નથી. માનવ જે કંઈ ખાઈ, પીવે , એના દ્વારા સમસ્ત ઇન્દ્રિયોના પ્રાણનું પોષણ થાય છે .અંતકાળે એ પ્રાણ દ્વારા અન્ન ગ્રહણ કરતો નથી .ત્યારે સમસ્ત ઇન્દ્રિયોના પ્રાણનું ઉત્ક્રમણ થઈ જાય છે અને મોં ફાટેલું રહી જાય છે.
આ અક્ષરબ્રહ્મ ઓમકારની ઉપાસના પ્રાણ દ્વારા કરે છે તે શારીરિક આધ્યાત્મિક ઉપાસના કરે છે.
एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् ।
एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ।। (कठो.उप.१/२/१७) આ ઓમકાર જ આત્મસાક્ષાત્કાર નું શ્રેષ્ઠ અવલંબન છે.એ જ પરમાત્માના ધ્યાનનો આધાર હોવાથી સર્વશ્રેષ્ઠ છે. આ બ્રહ્મ પ્રાપ્તિના આશ્રયને જાણીને, સાધકગણ બ્રહ્મલોક ને મેળવે છે. અહીં સંતો અક્ષર બ્રહ્મની ઉપાસના શ્વાસ- પ્રશ્વાસ દ્વારા કરવાનું કહે છે. સંતવાણીમાં પ્રાણને હંસ કહ્યો છે.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ – ઓમકાર હું છું.”
જે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળથી પર છે એ જ ૐ – ઓમ – છે.
ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
આ રે કાયા રે હંસા ડોલવાને લાગી રે
પડી ગયા દાંત માહ્યલું રેખું તો રહ્યું...
( મીરાંબાઈ)
હંસો હાલવાની લાગ્યો, કાયાનો ગઢ ભાંગ્યો
તમે પોરા પ્રમાણ જાગો, હંસો હાલવાને લાગ્યો
નિત નિત નિંદ્રા મત કરો નયણે સૂતાને સાહેબ આધો
સુમિરણ કરી લો સાચા ધણીનું તમે મોજ મુક્તાફળ માંગો. (ભાણસાહેબ)

No comments:
Post a Comment