શાળાકીય દફતર નો પરિચય
રજીસ્ટર 2 - ડેડસ્ટોક રજીસ્ટર
શાળાની મિલકતને નો આધાર પુરાવો અને મહત્વના દફતર તરીકે 'ડેડસ્ટોક રજીસ્ટર 'છે.
Dead - no longar alive= મૃત ,નિષ્ક્રિય ,લાગણી વિહીન
Stock- necessary things = જરૂરી સરસામાન
મૃત જેવો દેખાતો ,નિષ્ક્રિય લાગતો ,પરંતુ શાળા વિકાસ માટે જરૂરી સરસામાન નો ઉપયોગ સક્રિયપણે ,લાગણીશીલ બની કરવાનો છે .અહીં ‘નિર્જીવ દ્વારા સજીવ ની વ્રુધ્ધી' નુ તત્વજ્ઞાન સમજવું પડશે.મુખ્ય શિક્ષક શ્રી એસરકારી મિલકતમાં કસ્ટોડિયન તરીકે સરસામાનની નોંધ કરવાની છે,જાળવણી કરવાની છેઅને જરૂરિયાત મુજબ વહેંચણી પણ કરવાની છે .જરૂરિયાત પૂર્ણ થયા બાદ બિનઉપયોગી બને ત્યારે વેચી તેની આવક સરકારશ્રી ને જમા કરાવવાની છે ,દાખલા તરીકે ,શાળામાં પિત્તળના વાસણો આપવામાં આવેલા ,અમુક વર્ષો સુધી વપરાયા ,કોઈ કારણસર તેની રદ કરવાના થાય છે, ક્યારે જાહેર હરાજી કરી ,પ્રાપ્ત રકમ જમા કરવાની રહે છે .આવી પ્રક્રિયા કરતા પહેલા ડેડસ્ટોક રજીસ્ટર ની વિસ્તૃત જાણકારી મેળવીએ .
1. શાળામાં ડેડસ્ટોક રજીસ્ટર હશે જ .બધા પેજ વપરાઈ ગયા હોય તો ,નવું રજીસ્ટર લઈ તેમાં સિક્કા દાગવાઅને છેલ્લે પાનેપ્રમાણપત્ર લખવુંપછી જ ઉપયોગ કરો
2. શાળાની જે વસ્તુ મળે છે તેમાંત્રણ પ્રકારની વસ્તુ હોય છે:
એ= લાંબા સમય ટકી શકે તેવી વસ્તુઓ
બી= વપરાશી વસ્તુઓ
સી= વહેચણી કરવાપાત્ર વસ્તુ
આ ત્રણ મુદ્દાને ધ્યાને લઇ જે તે વિભાગમાં નોધવામાં સરળતા રહે છે .દાખલા તરીકે ટેબલ -ખુરશી-કમ્પ્યુટર વગેરેલાંબો સમય ટ્કે તેવી વસ્તુ છે .રમત-ગમતની સ્પર્ધા માટેના સાધનો વપરાતા રહે છે .પાઠ્યપુસ્તકો ,ગણવેશ વગેરે વહેંચવાના હોય છે .
3. વસ્તુ મળે તે જ દિવસે આ દફતરમાં ,નિયત કોલમમાં ચોક્કસ નોંધ કરવી .જે વસ્તુ ટૂંકા ગાળામા વપરાઈ જવાની છે તેને 'વપરાશી માલ સામાન ' વિભાગના ડેડસ્ટોક માં નોંધ કરવી .કાયમી વસ્તુ રજીસ્ટર માં નોંધ્યા બાદ શક્ય હોય એટલા ઓછા સમયમાં સફેદ ઓઇલ પેન્ટ થી નંબર નોંધવા .કાગળની કાપલી કે સ્કેચ પેન થી નંબર ન લખવા.
4. શક્ય હોય ત્યાં સુધી વસ્તુ નું વર્ણન અચૂક નોંધવું દા:ત કબાટ હોય તો કેટલાક ગજના પતરાનો ,કેટલી લંબાઈ પહોળાઈવગેરે,કોમ્પ્યુટર હોય તો કઈ કંપની નું?કેટલી કિંમત નું?વાસણ હોય તો સ્ટીલના કે પિત્તળના?કેટલા વજનના વગેરે.
5. ચોરી આગ અકસ્માત કે અન્ય પ્રકારની નુકસાનીમાં આ દફતર અગત્ય નો પુરાવો બની શકે ,તેમ હોઈ ,તેની ગંભીરતા સમજી તેને વ્યવસ્થિત નિભાવવું અને સાચવવું .
6. દાનમાં મળેલી વસ્તુઓની અલગ રજીસ્ટર નિભાવવું.
7. દફ્તરમાં નોંધાયેલ વસ્તુઓ દૂર ન કરી શકાય તેવી કે વર્તમાન સમયમાં ઉપયોગી ન હોય દા:ત પાઠ્યપુસ્તકો તેવી વસ્તુઓ બાદ કરાવવાની પૂર્ણ દરખાસ્ત કરવી.તપાસણી અધિકારી મુલાકાતે આવે ત્યારે તેમનું સ્પષ્ટ અભિપ્રાય મેળવી તાલુકા પંચાયતની મોકલવી અને બાદ કરવાની મંજૂરી મેળવી ,તેની નોંધ સ્ટોકમાં કરવી.
8 . ચાર્જ લેનાર મુખ્ય શિક્ષકે તમામ મિલકત જોઈ, તપાસી ખૂટતી વસ્તુની કિંમતમાં નાણાં વસૂલ કરી, સરકારને ચલણથી ભરવા.
9. દર વર્ષે જૂન માસમાં મુખ્ય શિક્ષકે દરેક વસ્તુ ખરાઇ કરી ,તે અંગેનું પ્રમાણપત્ર નોધવુ.
10. ડેડસ્ટોક રજીસ્ટર પરની વસ્તુઓના ઉપયોગ માટે જે તે નોંધ કરી શિક્ષક ને વસ્તુઓ સોંપી શકાય ,અને તે શિક્ષકના અભિપ્રાય મુજબ વસ્તુની અધ્યતન નોંધ રાખી શકાય. દા:ત રમત-ગમતના સાધનો ,સંગીત ના સાધનો ,લાઇબ્રેરીના પુસ્તકો ,વગેરે શિક્ષકના હવાલે મૂકી શકાય .
ડેડસ્ટોક બાદ માંગની યાદી દર્શાવતું નમૂનાનું પત્રક
| 
   અ.ન  | 
  
   ડેડસ્ટોક  નંબર  | 
  
   સાધન નું  નામ   | 
  
   બાદ કરવાના  કુલ નંગ  | 
  
   રક્મ રુ.  પૈસા  | 
  
   આવ્યા  તારિખ  | 
  
   બાદ  કરવાનું કારણ   | 
  
   અધિકારી નો  અભિપ્રાય  | 
 |
| 
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
  
   | 
 |

No comments:
Post a Comment