Popular Posts

આધાર અને યુ ડાયસ

 આધાર અને યુ ડાયસ


 પ્રસ્તાવના


 આધાર ડાયસ 2012માં રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકનું ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે.આ ડેટા પેકનો ઉપયોગ વિવિધ યોજના તેમજ આરટીઇના અમલીકરણ માટે છે.દર વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક માં પ્રવેશ પામેલ બાળકો ની માહિતી  નો ડેટા અપલોડ કરવામાં આવે છે.જ્યારે ધોરણ ૨ થી ૮ માં ભણતા બાળકોના ડેટાનું વેરિફિકેશન કરવામાં આવે છે.તમામ બાળકોને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર ઓનલાઈન સોફ્ટવેર દ્વારા આપવામાં આવે છે.આ સોફ્ટવેર થી શાળામાંથી ડ્રોપ આઉટ થતા,અનિયમિત રહેતા બાળકો અનેCwsn પર સીધી દેખરેખ રાખવી તથા બાળકોની મળતી પ્રોત્સાહક સહાય તેમજ આપવામાં આવતી તમામ સુવિધાઓ નું મોનીટરીંગ સરળ બનાવી શકાય છે.તદુપરાંત ડેટાબેઝમાં કરવામાં આવેલ તમામ બાબતોનો વંચાણ ગ્રામસભામાં થાય છે.તેમજ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ વખતે દર વર્ષે શાળામાં ના રિપોર્ટ કાર્ડ અને આધાર ડાયસ જાહેરમાં વાંચન કરવામાં આવે છે.તેમજ આ રિપોર્ટ શાળા  મહત્વ રેકડ  તરીકે નિભાવવામાં આવે છે. સની 2000 બાદ શાળાઓમાં ભણતા તમામ બાળકો ની સંપૂર્ણ માહિતી.www.ssagujrat.orgવેબસાઈટ પર આધાર ડાયસ ફોર્મ ઓનલાઈન કરવામાં આવે છે.

 આધારઅને યુ  ડાયસ ના હેતુઓ


 👉બાળકો ની આઇડી નંબર મળે છે
 👉બાળકોની શૈક્ષણિક સ્થિતિ જાણી શકાય છે
 👉એનરોલમેન્ટ વધારી શકાય છે
 👉તમામ બાળકોનું સંપુર્ણ પ્રોફાઇલ
👉 ડ્રોપ આઉટ બાળકોની શોધી શકાય છે
 👉ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ડેવલપ કરી શકાય છે

 

આધાર અને યુ ડાયસ  ના પત્રક

 પત્રક 1= ધોરણ એક માં પ્રવેશ પામેલ બાળકો ની માહિતી પત્રક
 પત્રક 2=  2 થી 8 ની બાળકોની માહિતી દર્શાવતું પત્રક
 પત્રક 3=  અન્ય શાળા માંથી આવેલ  ધોરણ ૨ થી ૮ ના બાળકો ની માહિતી દર્શાવતુ પત્રક


No comments:

Post a Comment