Popular Posts

બોધ કથા નું નામ છે =ખરાબ દિવસ

 


બોધ કથા નું નામ છે =ખરાબ દિવસ 

 

એક માણસ નો દિવસ બહુ જ ખરાબ ગયો.તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી .

માણસ કહ્યું , 'ભગવાન ,ગુસ્સે ન થાવ તો એક પ્રશ્ન પૂછું ?'

ભગવાને કહ્યું, ; પુછ જે પૂછવું હોય તે પૂછ.;

 

માણસે કહ્યું , ભગવાન તમે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?

ભગવાન હસ્યા .  પૂછ્યું ,પણ શું થયું ?

 

માણસે કહ્યું સવારે એલાર્મ  વાગ્યું નહીં,મને ઊઠવામાં મોડું થયું......

ભગવાન ને કહ્યું  અચ્છા પછી .....

માણસ એકહ્યું ,પછી મોડું થતું હતું  એમાંય પાછું સ્કૂટર બગડી ગયું .માંડ માંડ રીક્ષા મળી .

ભગવાને કહ્યું અચ્છા પછી ........

માણસએ કહ્યું ,   ટિફિન લઈ ગયો ન હતો ,કેન્ટીન બંધ હતી ,એકલા સેન્ડવીચ પર આખો દિવસ કાઢ્યો ,સેન્ડવીચ પણ ખરાબ હતી .

 

ભગવાન માત્ર હસ્યા .

માણસ એ ફરિયાદ આગળ ચલાવી .

 

મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો ,પણ ફોનબંધ થઈ ગયો .'

ભગવાને કહ્યું , અચ્છા પછી ..

 

માણસે કહ્યું ,   મને વિચાર આવ્યો કે જલ્દી ઘેર જઈ એ. સી(એર કન્ડિશનર )ચાલુ કરી શાંતિથી સૂઈ જાવૂં' ઘરે પહોંચ્યો તો લાઈટ જ ન હતી .ભગવાન બધી જ તકલીફ મને જ કેમ ?આવું તમે મારી સાથે કેમ કર્યું ?

 

ભગવાને કહ્યું ,   જો તું મારી વાત શાંતિથી સાંભળ , આજે તારી ઘાત હતી .

                      મેં મારા દેવદૂતને મોકલીને તારી ઘાત અટકાવી છેએલાર્મ  વાગે જ નહીં એમ કર્યું. તને આજે એક્સિડન્ટ નો ભય હતો,સ્કૂટર મેં બગાડ્યુંફોન પર પેલો માણસ  તને મોટા ગોટાળામાં ફસાવી દેત .એટલે ફોન બંધ થયો. અને હાસાંભળ તુ  સુતો હોત ,અને તારા ઘેર લાઈટ ની શોર્ટ સર્કિટ થાત .આ બધું મેં તને બચાવવા માટે કર્યું છે .

                       

  

માણસ એ કહ્યું , ભગવાન મને માફ કરો ,આજ પછી કોઈ દિવસ ફરિયાદ નહીં કરું ,

ભગવાને કહ્યું   ,   તારે માફી માગવાની જરૂર નથી , પરંતુ તું મારા પર વિશ્વાસ રાખ હું જે કંઈ પણ કરીશ તે તારા સારા માટે  કરીશ .આપણે પણ આપણો બધો ભાર ભગવાનના માથે છોડી દઈ  ,શંકા ન કરતા ભગવાન પર શ્રદ્ધા  રાખવી   જોઈએ .

No comments:

Post a Comment