Popular Posts

,વયપત્રક

 

વયપત્રક

 આપણે શાળાકીય દફતર ના પરિચય માં શાળાના અગત્યના રજીસ્ટરવયપત્રકજેને સામાન્ય રજીસ્ટર પણ કહેવામાં આવે છે.આ એવું રજીસ્ટર છે કે વિદ્યાર્થી-શિક્ષક, મુખ્ય શિક્ષક અને શિક્ષણ શાખાના અધિકારીઓ સર્વેના જીવનને  સ્પર્શતુ આ સરકારી દફ્તરનું નામ ભલે "સામાન્ય રજીસ્ટર" હોય તોપણ તે અસામાન્ય પરિસ્થિતિ સર્જી શકે છે !

1. માતાના ખોળામાંથી તેડી લીધેલ બાળકની વાજતે ગાજતે શાળામાં પ્રવેશ આપવાનું જે યજ્ઞ કાર્ય થયું છે ,તે કાર્યનું આગળનું સોપાન એટલે શાળાના વયપત્રકમાં તેના નામની નોંધ કરવી તે. વયપત્રક માં નોંધ કરવામાં ખૂબ જ ધીરજ અને ચોકસાઈ ઉપયોગી બને છે .સર્વે કરેલા પત્રકમાં બાળકની જે વિગતો નોંધી હોય તેના ઉપર જ બધો આધાર રાખ્યા વિના,,શક્ય તેટલી કુનેહની થી બાળકનું નામ, પિતાનું નામ ,માતાનું નામ ,અટક ,જન્મ તારીખ ,જન્મ સ્થળ મેળવવાનું ખૂબ જરૂરી છે .કારણકે શાળામાં પ્રવેશના સમયે કોઈ વાલી માત્ર બાળકની રજૂ કરે છે !જન્મનો દાખલો કે અન્ય વિગતો ન પણ હોય !ક્યારેક ઉત્સાહમાં આવ્યા વિના ટેકનિકથી શક્ય તેટલી વિગતો મેળવી  ‘વાલી સ્લીપ ભરવી જોઇએ.એક જ ઘરના બે બાળકોની નોંધ માં વિસંગતતા આવવાના પ્રસંગો બનતા રહે છે ત્યારે મુકેશ કે વયપત્રક નો હવાલો સંભાળનાર શિક્ષકની આવડતની કસોટી થાય છે .ક્રમ, નામ, જન્મતારીખ, ધોરણ નોંધવામાં ઉતાવળથી માનવ સહજ ભૂલ થાય છે .શક્ય હોય તો નોંધાયેલી વિગત માટે કોઈની મદદ લેવી જોઈએ.

 


2. આગળના વયપત્રકમાં પાના પૂરા થઈ ગયા હોય તો ,નવું રજીસ્ટર લઈ, સિક્કા દાગવી ,નવા રજીસ્ટરને પાન નંબર આપી તેનો ઉપયોગ કરવો જોઈએ .આગળના રજીસ્ટરમાં કે સંખ્યા છે તેની તારીજ નવા રજીસ્ટરમાં નોંધી એ 

વર્ષમાં ત્રણ વખત તારીજ તૈયાર કરવી

(1) ઓગસ્ટના અંતે

 (2) વાર્ષિક નિરીક્ષણ ના દિવસે

 (3) મે મહિનાના અંતિમ દિવસે

વાર્ષિક નિરીક્ષણ ના દિવસે કેળવણી નિરીક્ષક શ્રી દ્વારા તારીજ ના અંત ભાગમાં નોંધ કરાવીએ .'તપાસ્યુ 'અને 'બરાબર માલુમ પડયું' જો ક્ષતિ હોય તો સુધારા બાદ આ શબ્દો નોંધાયાની કાળજી લઈએ 

 

3. અન્ય શાળામાંથી સર્ટિફિકેટ લઈને આવનાર વિદ્યાર્થીની શાળામાં અભ્યાસ માટેની તરત જ અનુકૂળતા આપીએ, પરંતુ સમય પત્રક માં નામ નોંધતા પહેલા કેટલીક વિગતો તપાસવી જોઇએ .

 

Ø  આવેલ પ્રમાણપત્ર માં જે તે શાળાના જાવક નંબર /મુખ્ય   શિક્ષકની સહી /શાળા છોડ્યાનું ધોરણ તારીખ /માતાનું નામ ......વિગેરે વિગતો ચકાસવી 

Ø  અન્ય રાજ્યમાંથી વિદ્યાર્થી આવેલ હોય તો સક્ષમ અધિકારીશ્રીના 'પ્રતિ હસ્તાક્ષર' થયેલ હોવા જોઈએ .

Ø  વિદ્યાર્થી ની જન્મ તારીખ ,શાળામાં પ્રવેશ ની તારીખ ,છેલ્લુ ધોરણ વિગેરે બાબતોની મેળવણી કરીએ.ક્યાંય શંકાસ્પદ લાગે તો વાલીની વિદ્યાર્થીની પૃચ્છા કરી, કાર્યવાહી કરીએ ત્યારબાદ પ્રવેશ આપીએ અને વય પત્રક નોંધ કરીએ .

Ø  નવા આવનાર વીદ્યાર્થી ની કેટલીક વિગતો વર્ગ શિક્ષકની અલગથી નોંધ કરાવી ,વર્ગ રજીસ્ટરમાં પણ તેની યોગ્ય થાય ,વર્ગ શિક્ષકની કોઈ મૂંઝવણ ન થાય તે રીતે વર્ગમાં વિદ્યાર્થી નું નામ ની નોંધણી કરાવીએ .

Ø  વિદ્યાર્થીની શાળા માંથી લિવિંગ સર્ટિફિકેટની સાથે તેની પ્રગતિ પત્રક પણ આપવામાં આવે છે .તે મેળવવાનો આગ્રહ પણ રાખીએ.

Ø  બધી વિગતોની ચકાસણી બાદ સર્ટિફિકેટ ની પાછળ નોંધ કરીએ 

Ø  વયપત્રક નંબર ..ધોરણ ...પ્રવેશ આપ્યા તારીખ ,અમુક વિગતો શબ્દોમાં અને આંકડામાં નોંધ કરીએ .

 

4 વાલી ફોર્મ પરથી વયપત્રકમાં નામ દાખલ કરતી વખતે તમામ બાબતો એકસરખી જ નોંધવી જોઈએ.વાલી ફોર્મમાં ભાઈ કે બહેન શબ્દ હોય તો તે પ્રમાણે નોંધ   કરવી જોઈએ .નવા દાખલ થયેલા બાળકની વિગતોમાં ભવિષ્યમાં સુધારો વધારો કરવો બહુ અઘરો બને  છે.તે વખતે ટૂંકી સહી કરી સુધારો વધારો કરવો બહુ નુકસાનકારક બની શકે છે.

 

5. મુખ્ય શિક્ષક શ્રી એ લાંબી રજા પર જવાનું બને અને જે શિક્ષક ને ચાર્જ હોય તે શિક્ષક વયપત્રક પરથી કોઈ વિદ્યાર્થીને એલ. સી/જન્મ તારીખ નો દાખલો આપી શકશે.

 

6.એલ સી કે જન્મ તારીખનો દાખલો આપતી વખતે લેવા આવેલ છે તેની અરજી મેળવી,વિદ્યાર્થીના વાલી,વિદ્યાર્થી પોતે,હોવાની ખાતરી કરી લેવી.કોઈ ફી લેવાની હોય તો વયપત્રક કે એલ.સીમાં તેની નોંધ કરવી જોઈએ,અને સમયમર્યાદામાં સરકાર ના ખાતા માં આ રકમ જમા કરાવવી .

 

7શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ની ચકાસણી વયપત્રક પરથી થાય છે .કમી કરેલ વિદ્યાર્થીઓ નો શેરો વયપત્રકમાં નહીં હોય ,કેટલી સંખ્યા વર્ગ રજીસ્ટરમાં અને ધોરણવાર આંકડા બુક મળવી જોઈએ .આ માસને અંતે તૈયાર થતાં માસિક પત્રક માં આ સંખ્યા મળવી જોઈએ .કેટલાક પ્રસંગોમાં આ સંખ્યા ન મળતા તે આપત્તિજનક બને છે..


 

8. વિદ્યાર્થીના નામ કે અન્ય કોઈ વિગત માં સુધારો  કરવા સક્ષમ અધિકારીએ મંજૂરી આપી હોય તો તે મંજૂરી પત્ર અને  ટૂંકી નોંધ વયપત્રકમાં લાલ શાહીથી કરવી .માત્ર સ્ટેમ્પ પેપર પરની કોઈ રજૂઆતને આધાર ગણી શકાય નહીં. 

9 કોઈ કારણસર વયપત્રક તદ્દન થઈ જાય કે પાનાં ફાટી જાય તેવું જણાય તો સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી ,નવું બનાવવું અને તેને પ્રમાણિક કરાવવું 


 


No comments:

Post a Comment