Popular Posts

L C પ્રમાણપત્ર આપતી વખતે રાખવાની તકેદારી.

 L C 

📌 L C  પ્રમાણપત્ર આપતી વખતે રાખવાની તકેદારી.

📌 ડુપ્લીકેટ સર્ટી આપવા વિશે માહિતી.

📌 કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?

📌  વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.

📌 કઈ રીતે નિભાવવું જોઈએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજીસ્ટર?

પ્રમાણ પત્ર લખતી વખતે રાખવાની તકેદારી.



👉L.c. હંમેશા હાથથી લખીને આપવું ટાઇપ કરેલ કે કોમ્પ્યુટરમાં કાલે વહેંચી આપી શકાય નહીં.

👉Lc લખતી વખતે જો કોઈ ભૂલ થાય તો તે ભૂલ છે કી સાચી માહિતી લખી ત્યાં શાળાના આચાર્યની સહી કરવી.
 

👉એલસીમાં આચાર્યની સહી હોવી જોઈએ.આચાર્યશ્રીના હોય તો તેની અધિકૃત કરેલ વ્યક્તિ સહી કરી શકે.

👉 એલ સી તમામ માહિતી વયપત્રક સાથે સરખાવી પછી સહી કરવી.
 

👉શાળા છોડયાના પ્રમાણપત્ર પ્રમાણપત્ર માં નીચે તારીખ અને સ્થળ ફરજિયાત લખવા.

 👉એલચી અને એલસીબીની કાર્બન કૉપી બંને પર શાળા નો રાઉન્ડ સીલ ફરજિયાત લગાવેલો હોવો જોઈએ.તથા બંનેમાં જાવક નંબર અને તારીખ ફરજીયાત લખવા.
 

👉શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લઈ જનાર પાસેથી પ્રમાણપત્રોની કાર્બન કૉપી ના પાછળના ભાગમાં પ્રમાણપત્ર લઈ જનાર નું નામ, સહી અને  સંપર્ક નંબર ફરજિયાત લખવા.
 

👉પ્રમાણપત્ર ઇસ્યુ કરતી વખતે શાળાના જનરલ રજીસ્ટર માં પણ તમામ વિગતો ભરી સહી અવશ્ય કરવી

👉 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને તેની કાર્બન કૉપી બંનેમાં આચાર્ય વર્ગ શિક્ષક અને હેડ ક્લાર્ક ની સહી ઓરીજનલ હોવી જોઈએ
 

👉પ્રમાણપત્રમાં લાલ કે લીલી શાહીથી લખવાની બદલે ભૂરી કે કાળી સાહી થી લખાય તે હિતાવહ
 પ્રમાણપત્રમાં જેલ એવી પેન જેના પર પાણી પડતા અક્ષર ધોવાઈ જાય તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
 

👉એલસીમાં વય પત્રક મુજબની જ વિગતો જ લખવી જોવાય પત્રકમાં કોઈ વિગત અધૂરી હોય કે ના હોય તો પ્રમાણપત્ર માં તે અધૂરી વિગત પૂરી લખવાનું ટાળવું જોઈએ.
 

👉સંપૂર્ણ પ્રમાણપત્ર એક જ વ્યક્તિ દ્વારા લખાયેલ જેથી અક્ષર અલગ અલગ ના પડે તે વધુ સારું રહેશે.
 

👉જે ભાષામાં જનરલ રજીસ્ટર વિગતો લખેલું હોય તે ભાષામાં પ્રમાણપત્ર આપવું જોઈએ(2012 ના પરિપત્ર મુજબ)

👉 જ્યારે ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રમાણપત્ર અંગ્રેજી ભાષામાં માગવામાં આવે ત્યારે અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર આપતી વખતે જમણી બાજુ ખૂણા પર 'translation in English'
 લખવું.એવી જ રીતે અંગ્રેજી ભાષામાં આપેલ પ્રમાણપત્ર ગુજરાતી ભાષામાં માગવામાં આવે ત્યારે "માતૃભાષા માં અનુવાદ" એમ લખવું જોઈએ
 

👉પ્રમાણપત્ર નો દુરુપયોગ થતો અટકાવવા માટે બુક ના પૂઠા  પર સમરી  લખી શકાય.
 

👉એલ સી ની તમામ book નંબર આપવો જોઈએ.
 પ્રમાણપત્ર માં શાળા ને લગતી તમામ બાબતો જેવી કે શાળાનું નામ,ટ્રસ્ટનું નામ શાળાનું સરનામું,માન્યતા નંબર ટ્રસ્ટનું માન્યતા નંબર ફરજીયાત હોવો જોઈએ.
 

👉પ્રમાણપત્ર ના નમુના મુજબના ક્રમમાં જ તમામ વિગતો લખાયેલી હોવી જોઈએ.તેમા કોઇપણ વિગતોના સ્થાનકે ક્રમમાં ફેરફાર ન કરવો તથા વધારે વિગતો ઉમેરવાનું કે વિગતો ઓછી કરવાનું ટાળવું જોઈએ,

👉 પ્રમાણપત્ર માં કોઈપણ કોલમ ખાલી ન રાખવું જોબ પર કોઈ વિગત ના આવતી હોય તો ત્યાં મોટો ડેશ (-) કરવો.
 

👉વિદ્યાર્થીની પ્રથમ વખત શાળા છોડ્યાનું પ્રમાણપત્ર વિનામૂલ્ય આપવું જોઈએ.

ડુપ્લીકેટ સર્ટી આપવા વિશે માહિતી


 💥ડુપ્લીકેટ એલજી આપું કે ના આપું તે શાળાના આચાર્યની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે.
 

💥એક વખત કેલસી ઈસ્યુ થઈ ગયા બાદ ફરીથી શું કરવાનું થાય તો ડુપ્લીકેટ ગણવું જોઈએ. આવા ફરીથી ઈસુ તથા પ્રમાણપત્ર પર મોટા અક્ષરે "ડુપ્લીકેટ "લખવું જોઈએ
 

💥ડુપ્લીકેટ એલસી વિદ્યાર્થીઓની કે પોતાને કે તેના વાલીને આપવું જોઈએ.
 

💢ડુપ્લીકેટ એલસી આપતા પહેલા ઓરીજનલ ખોવાઈ ગયેલ છે કે નાશ થઈ ગયેલ છે તે અંગેનું સોગંદનામું અરજદાર પાસેથી મેળવી લેવું હિતાવહ છે.જેથી ભવિષ્યમાં આચાર્ય નો બચાવ થઈ શકે.

કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?


 💨શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત શાળાના જનરલ રજીસ્ટર પરથી લખાયેલ હોવું જોઈએ.શાળાના જનરલ રજીસ્ટર માં વિગતો અધૂરી કે ઓછી હોય તો પ્રમાણપત્ર તે પ્રમાણે લખવું જોઈએ,.

 💨પ્રમાણપત્ર ઇસ્યુ કરતી વખતે કે ઈસુ થયા બાદ અરજદાર દ્વારા પ્રમાણપત્ર માં સુધારા માટે વિનંતી કરવામાં આવે છે કે અરજી કરવામાં આવી હોય તો સારા છોડયાના પ્રમાણપત્ર માં સુધારો કરવાની બદલી પહેલા વયપત્રકમાં સુધારો કરવો જોઈએ અને ત્યારબાદ શાળા છોડયાના પ્રમાણપત્ર મો સુધારો કરવો જોઈએ.

 💨શાળા ના વયપત્રકમાં અગાઉથી કોઈ ભૂલો ચાલી આવતી હોય તો તે ભૂલો હાલના આચાર્યશ્રી સુધારી શકતા નથી.તે સુધારો સક્ષમ સત્તાધિકારી પાસે મંજુર કરાવવી ફરજીયાત બને છે.સક્ષમ અધિકારી નીચે મુજબ છે.

નગર પાલિકા કે મહાનગર પાલિકા = શાસનાધિકારી
જિલ્લા પંચાયત  = જિલ્લાપ્રાથમિક  શિક્ષણ અધિકારી
 સમગ્ર જિલ્લામાં= જિલ્લા શિક્ષણ અધિકારી












No comments:

Post a Comment