Popular Posts

LC સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ

    શિક્ષણ માં વપરાતા ટૂંકા નામ /મીતાક્ષરી /જાણો મારું પૂરું નામ 


શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શાળા માટે નો ખુબ જ અગત્યનો દસ્તાવેજ છે.શાળા શિક્ષણ પૂર્ણ કરેલ દરેક વિદ્યાર્થીને શાળા છોડતી વખતે શાળા છોડ્યા નું  પ્રમાણપત્ર આપવું જરૂરી બને છે.આ પ્રમાણપત્ર શાળાના આચાર્યશ્રી દ્વારા આપવામાં આવે છે.માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર આપતાં પહેલાં આ પ્રમાણ પત્ર વિશે કેટલીક અગત્યની બાબતો જાણવી દરેક આચાર્ય માટે ખૂબ જ જરૂરી બને છે.



📌 અરજી મળ્યાના કેટલા દિવસમાં આપવું પડે પ્રમાણપત્ર?
📌 ના આપો તો શું છે દંડની જોગવાઈ?
📌 કઈ કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર?
 📌પ્રમાણપત્ર આપતી વખતે રાખવાની તકેદારી.

અરજી મળ્યાના કેટલા દિવસમાં આપવું પડે પ્રમાણપત્ર?

 

શાળાનું જે વિદ્યાર્થી શાળા છોડવા માંગતો હોય તો તેની શાળા ફરજિયાત પણે જેથી શાળામાં અભ્યાસ કરવા કોઈપણ પ્રકારનું દબાણ કરી શકતી નથી.વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરવા ઈચ્છે તે શાળામાં અભ્યાસ કરવા તે સ્વતંત્ર છે.પરંતુ કોઈ વિદ્યાર્થી એક સાથે બે શાળામાં પણ અભ્યાસ કરી શકતો નથી.તેથી જ્યારે કોઈ વિદ્યાર્થી કોઈ શાળામાં પ્રવેશ કરે છે ત્યારે તેની અગાઉની શાળામાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લાવવું ફરજિયાત બની છે.આમ જ્યારે વિદ્યાર્થી શાળા બદલવા ઈચ્છતો હોય ત્યારે તેની હાલની શાળામાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવું ફરજીયાત છે.આ માટે વિદ્યાર્થી શાળાના આચાર્યને એક સાદા કાગળ પર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવી પડે છે.આ અરજીના આધારે શાળાના આચાર્યશ્રી વિદ્યાર્થીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપી શકે છે.
ગ્રાન્ટ-ઇન-એ ૧૯૬૪ ના નિયમ29.32.2 મુજબ જ્યારે કોઈ આચાર્ય પાસે વિદ્યાર્થી તરફથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી આવે ત્યારે આચાર્યશ્રીએ આ અરજી મને ના સાત દિવસમાં વિદ્યાર્થીની શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવુ ફરજિયાત બને છે.


 અરજી આપ્યા ના સાત દિવસમાં પ્રમાણપત્ર ના આપો તો શું છે દંડની જોગવાઈ?

 ગ્રાન્ટ-ઇન-એઇડ 1964 ના નિયમ 29.32.2 મુજબ  કોઈ શાળા વિદ્યાર્થી ની અરજી મળે ના સાત દિવસમાં પ્રમાણપત્ર ના આપી શકે તો પ્રથમ અનિયમિતતા બદલ શાળાની 10,000 અને ત્યાર પછીની દરેક અનિયમિતતા માટે રપ હજાર ની દંડની જોગવાઈ છે.આ ઉપરાંત પણ જો શાળા વિદ્યાર્થી નિયત સમયમર્યાદામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં પાંચથી વધુ વખત નિષ્ફળ જાય તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

📌 કઈ કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર?



👉 કઈ ભાષામાં આપી શકાય પ્રમાણપત્ર?
 💥શાળા છોડયાના પ્રમાણપત્ર માં લખાણ ની ભાષા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ધોરણ અને શાળામાં અભ્યાસ ના માધ્યમ પર આધાર રાખે છે.જે આ પ્રમાણે છે.
 💦પ્રાથમિક શાળાના વિદ્યાર્થી માટે શાળા જે ભાષામાં ચાલતી હોય તે ભાષામાં
(દા :ત જો શાળા ગુજરાતી માં તે માં ચાલતી હોય તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ગુજરાતીમાં તેમાં આપવું જોઈએ.અને અંગ્રેજી માધ્યમમાં જ ચાલતી હોય તો અંગ્રેજીમાં આપવું જોઈએ.
 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે
🖋️જો શાળાઓ અંગ્રેજી માધ્યમમાં ચાલતી હોય તો અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર આપવું.
🖋️ અંગ્રેજી માધ્યમ સિવાયની તમામ માધ્યમમાં  ચાલતી શાળાઓ જે તે માધ્યમની ભાષા તથા અંગ્રેજી ભાષા એમ બંને ભાષામાં પ્રમાણપત્ર આપવું જોઈએ.
દા :ત  જો કોઈ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમો ચાલતી હોય તો તે શાળાઓએ વિદ્યાર્થીઓની શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં અપાવું જોઈએ.

L C  પ્રમાણપત્ર આપતી વખતે રાખવાની તકેદારી.

📌 ડુપ્લીકેટ સર્ટી આપવા વિશે માહિતી.

📌 કોઈ બાબતમાં સુધારો કરવાનો થાય તો કોણ કરી શકે સુધારો?

📌  વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.

📌 કઈ રીતે નિભાવવું જોઈએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજીસ્ટર?

 






No comments:

Post a Comment