Popular Posts

pse 2

PSE પરીક્ષાની તારીખ જાહેર 26/2/2022 ના રોજ પરીક્ષા યોજાશે

PSE પરીક્ષા omr  શીટ જુવો  

અહીં ક્લીક કરો 

PSE પરીક્ષા જુના પેપર 1 

અહીં ક્લીક કરો 

PSE પરીક્ષા જુના પેપર 2 

અહીં ક્લીક કરો

 PSE પરીક્ષા જુના પેપર 3 

અહીં ક્લીક કરો 


ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ 

https://bit.ly/3JaHS0z


➽ ગણિતના કુલ 50 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. લાગી જાઓ તૈયારમાં

➽આ વિડીયો બહારનો એક પણ પ્રશ્ન પુછાશે નહિ.

➽ ધોરણ 6ના દરેક વિદ્યાર્થીઓને શેર કરો અને મેળવો દર મહિને શિષ્યવૃત્તિ

વિડીયો   અહીં ક્લીક કરો

 વિડીયો  

👉 મીલીમીટર 

1 મીટર ના હજાર ભાગ પાડતા મળતા દરૅક ભાગ ને 1 મીલીમીટર કહેવાય . જેને ટૂંક માં મિમિ વડે દર્શાવાય છે .
1 ભાગ (1કાંપો ) = 1 મીલીમીટર 
મીલીમીટર એ લંબાઈ નો નાનો એકમ છે . 
મીલીમીટર એકમનો ઉપયોગ પુસ્તકની જાડાઈ ,પેન્સિલની વ્યાસ કે ત્રિજ્યા માપવા, પુંઠા ની જાડાઈ જેવા નાના માપ માપવા માટે થાય છે .
મિમિ એટલે 1000 ગણું નાનું એવો થાય છે .

👉 સેન્ટિમીટર 

10 મિલી  મીટર હોય તેને 1 સેન્ટિમીટર કહેવાય છે . જેને ટૂંકમાં સેમી વડે દર્શાવાય છે .
પુસ્તક ની લંબાઈ ,કંપાસપેટી ની લંબાઈ વિગેરે માપવા માટે સેન્ટિમીટર એકમ નો ઉપયોગ થાય છે .


નોંધ - 2.54 સેમી ને 1 ઇંચ ના માપ વડે દર્શાવાય છે 

30 સેમી ને 1 ફૂટ કહેવાય 

👉મીટર 

100 સેમી હોય તેને 1 મીટર કહેવાય છે અથવા  1000મિમિ હોય તેને 1 મીટર કહેવાય છે .

લંબાઈ નો પ્રમાણભૂત એકમ મીટર છે .
કાપડ ની લંબાઈ ,ઓરડા ની લંબાઈ ,પ્લોટ ની લંબાઈ ,અને પહોળાઈ માપવા માટે મીટર નો ઉપયોગ થાય છે .

નોંધ = 90 સેમી ના માપને એક વાર કહેવાય છે .
વાર એટલે ત્રણ ફૂટ 

👉કિલોમીટર

કિલો નો અર્થ 1000 ગણું મોટું 

આ પ્રમાણે 1 કિલો મીટર એટલે મીટર ના 1000 ગણું મોટું થાય .

:*, 1 કિલોમીટર =1000 મીટર 

આમ કિલોમીટર ને ટૂંકમાં કિમિ વડે દર્શાવાય છે .
કિલોમીટર એ લંબાઈ નો સૌથી મોટો એકમ છે .
કિલોમીટર નો ઉપયોગ રસ્તાની લંબાઈ માપવા ,બે ગામ ,બે શહેર વગેરે મોટા અંતર માપવા માટે વપરાય છે .

સમજો અને વિચારો 

(1) નાના એકમમાંથી મોટા એકમ માં રૂપાંતર 

નાના એકમ માંથી મોટા એકમ માં રૂપાંતર કરતી વખતે આપેલા બે એકમ નો સંબંધ ઓળખી તે પ્રમાણે ભાગાકાર કરવાથી મોટા એકમ માં રૂપાંતર થાય છે .
ઉ.દા  - 2 મિમિ ને સેમી માં ફેરવો 
અહીં સૌ પ્રથમ બે એકમ મિમિ અને સેમી આપેલા છે . આ બને એકમ નો સબંધ તપાસતા 
સંબંધ = 10 મિમિ એટલે 1 સેમી થાય 
વળી અહીં નાના એકમ માંથી મોટા એકમ માં રૂપાંતર કરવાનું હોવાથી ભાગાકાર થશે .
2 મિમિ = 2\10 સેમી અથવા 0.2 સેમી 

 ; દા =400 મીટૅર ને કિમી માં ફેરવો
અહીં મીટર અને કિમી એકમ આપેલ છે.
સંબંધ = 1000 મીટર એટલે 1 કિમી થાય
 400 મીટર =400÷1000=4÷10કિમી
અથવા  0.4 કિમી
ઉ :દા  30,000 સેમી ને કિલોમીટર મા રૂપાંતર કરો
અહીં સેમી અને કિમી એકમ આપેલ છે.પરંતુ આ બંને એકમ ને સીધો સંબંધ નથી આપણને ખ્યાલ છે કે કિમી એકમ  મીટર માંથી ઉદભવે છે.
તો સર્વ પ્રથમ સેમી ને મીટર મા રૂપાંતર કરવું પડે
સંબંધ - 100 સેમી = 1 મીટર તે મુજબ
3000 સેમી =30000÷100=300મીટર
હવે મીટર ને કિમી મા રૂપાંતર કરતા
સંબંધ - 1000મીટર =1 કિલોમીટર તે  પ્રમાણે
300મીટર =300÷1000=3÷10
અથવા 0.3 કિમી
 
(2) મોટા એકમ માંથી નાના એકમ મા રૂપાંતર
મોટા એકમ માંથી નાના એકમ મા રૂપાંતર કરતી વખતે આપેલ બે એકમનો સંબંધ ઓળખી તે પ્રમાણે ગુણાકાર કરવાથી નાના એકમ મા રૂપાંતર થાય છે.
ઉ :દા  2 સેમી ને મિમિ એકમ મા ફેરવો
સંબંધ = 10મિમિ =1 સેમી  તે મુજબ
20 સેમી =20×10=200 મિમિ
 


No comments:

Post a Comment