Popular Posts

પૈસાને વેડફાય નહિ

 

MY WHAT UP JOIN 1 CLIK HERE 

MY WHAT UP JOIN 2 CLIK HERE

·       કોઈપણ કાર્ય માટે સૌપ્રથમ હૃદય નિર્ણય કરે છે, મન યોજના કરે છે ,હાથ અને પગ અમલ કરે છે 

·       સૌથી મોટું નુકસાન શું છે ?

          અવસર ચૂકી જવો તે -ભર્તુહરિ

ફોટા પર ક્લીક કરતા આપ  નવીન માહિતી પર જઈ શકશો 


ફોટા પર ક્લીક કરતા આપ  નવીન માહિતી પર જઈ શકશો 

👉શું તમે આ વર્ષ ના પરિપત્ર જોવા માંગો છો 

અહીં ક્લીક કરો 


 

પૈસાને વેડફાય નહિ

 

એક વેપારીને ઘેર એકનો એક દીકરો. આથી માતા-પિતા પુત્રને બહુ લાડ કરે. એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દે નહિ.વધારે પડતાં લાડથી પુત્ર બગડવા લાગ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુ ને વધુ ઉડાઉ થતો ગયો. ખોટો ખરચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહિ. આથી માતા-પિતાને ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા-પિતાએ ઘણા પ્રયત્નો કર્યા. પણ કોઈ ફરક પડ્યો નહિ.
એક દિવસ પિતાએ પુત્રને કહ્યું: બેટા, મારી પાસે જે કાંઈ છે તે તારું જ છે. પણ શરત એ કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે. ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસોય નહિ મળે.
પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું એણે નક્કી કર્યું, ‘હું કમાઈ શકું છું એવું ચોક્ક્સ બતાવી આપીશ.બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું કામ મળ્યું. આ કામમાં એણે એક ગોદામમાંથી અનાજની ગૂણો ઉપાડી લારીમાં મૂકવાની ને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી. આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો. રૂપિયો લઈ એ ઘેર ગયો. એણે રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો. પિતાએ તો પુત્રની નજર સામે જ શાંતિથી એ રૂપિયાને કૂવામાં નાખી દીધો.
થોડા દિવસ આમ જ ચાલ્યું. પિતા દીકરાને કશું કહે નહિ અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાંખી દે. હવે પુત્ર અકળાયો. તેણે પૂછ્યું, ‘પિતાજી, મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો?’
 
પિતાએ એને કહ્યું: હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાંખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો હશે એ પણ હું સમજી શકું છું. એ જ પ્રમાણે દીકરા, મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે.
 
પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે કાન પકડ્યાં અને પિતાને કહ્યું: તમારી વાત સાવ સાચી છે. હવેથી હું પૈસા ગમે તેમ વેડફીશ નહિ.


ફોટા પર ક્લીક કરતા આપ  નવીન માહિતી પર જઈ શકશો 

👉દરેક નાનું પરિવર્તન એક મોટી સફળતા ની શરૂઆત લઈને આવે છે.




ફોટા પર ક્લીક કરતા આપ  નવીન માહિતી પર જઈ શકશો 




ફોટા પર ક્લીક કરતા આપ  નવીન માહિતી પર જઈ શકશો 



ફોટા પર ક્લીક કરતા આપ  નવીન માહિતી પર જઈ શકશો 




No comments:

Post a Comment