વ્હાલા મિત્રો,
ચાલો સાહિત્યકાર જોરાવરસિંહ જાદવને મળીએ..
ગ્રીષ્મોત્સવ : 2022 Attachment : 1
ગ્રીષ્મોત્સવ : 2022 નો મુખ્ય ઉદ્દેશ બાળકોને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય એવી પ્રવૃત્તિઓ કરાવવાનું છે તેમજ આપણા બાળકો આપણી સંસ્કૃતિ, સાહિત્ય, વારસો અને કળાથી પણ પરિચિત થાય એવું પણ કંઈક આપવાનો છે. માટે જ આ સાથે ગ્રીષ્મોત્સવની નિયમિત પ્રવૃત્તિઓ ઉપરાંત બાળકો અને વાલીઓ માટે સંદર્ભ સ્વરૂપે કેટલાક અન્ય પ્રોગ્રામોની લીંક પણ આપને મોકલી રહ્યા છીએ.આશા છે કે આ વિડીયો આપને ભારતીય કળા અને સાહિત્યને સમજવામાં ઉપયોગી થશે.
અહીં મૂકવામાં આવેલી કલાવિષયક પ્રવૃત્તિઓ આનંદ માટે તો છે જ પરંતુ આપણે ક્યાં જાણીએ છીએ કે આપણી વચ્ચે કોઈ ઉમાશંકર જોશી, રવિશંકર રાવળ, રવીન્દ્રનાથ ટાગોર, જશુબેન કે પછી પંડિત જસરાજ કે બિરજુ મહારાજ જેવો મહાન કલાકાર નહીં હોય…!!!! બાળકો ભવિષ્યમાં આ સ્તર સુધી પણ પહોંચી શકે છે અને આ કળા કે સાહિત્ય માત્ર આનંદ માટે જ નહીં પરંતુ એમની કારકિર્દીનું ક્ષેત્ર પણ બની શકે અને એમાંથી જ તેમનું જીવન ગુજરાન પણ ચાલી શકે.
GIET આવા જ ઉમદા હેતુથી ગ્રીષ્મોત્સવ ઉજવી રહ્યું છે. તો ચાલો આપણા બાળકની કલાને પ્લેટફોર્મ પૂરું પાડીએ.
શાહબુદ્દીન રાઠોડ : પરિચય એમનાં પોતાના શબ્દોમાં..
રાઘવજી માધડના શબ્દોમાં અખંડ ભારતના શિલ્પી "સરદાર પટેલ"
ફરી મળીશું દાદુભાઈ રબારી, નટવરભાઈ પટેલ, યશવંત મહેતા, હરીશ નાયક સાથે..
હંમેશા આપની સાથે
Team GIET

No comments:
Post a Comment