Popular Posts

કોઠારી પંચ (રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66)


 કોઠારી પંચ
(રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66)

અમારા what up grup ma jodao 





પ્રો. દોલતસિંહ કોઠારીની અધ્યક્ષતામાં રચાયેલા આ આયોગે
સ્વતંત્રતા પછી ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર વ્યાપક દૃષ્ટિએ વિચાર
કર્યો. ભારતના શૈક્ષણિક ઈતિહાસમાં આ આયોગનું મહત્ત્વ પૂર્ણ
સ્થાન છે. એના બે કારણો છે : (1) શિક્ષણના પુનરુદ્ધાર માટે વ્યાપક
વિચાર કર્યો (2) રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું માળખું તૈયાર કર્યું. આ
આયોગનું મૂળ ત્રીજી પંચવર્ષીય યોજના હતી. જેણે સાફ શબ્દોમાં
દેશની શિક્ષણ પદ્ધતિની બાબતમાં ફેર વિચારણા પર જોર આપ્યું.
દેશમાં શિક્ષણના સાર્વત્રિકરણની બંધારણીય પ્રતિબદ્ધતા પૂરી થઈ ન
વહીવટી 
હતી અને શૈક્ષણિક અસમાનતા દૂર થઈ શકી ન હોવાથી 1964માં
સરકાર દ્વારા કોઠારી પંચની રચના કરવામાં આવી હતી. સરકાર દ્વારા 
શિક્ષણ પર રચવામાં આવેલું આ છઠ્ઠ પંચ હતું. પરંતુ વાસ્તવિક રીતે 
ભારતીય શિક્ષણ પદ્ધતિનો સર્વાગી અભ્યાસ કરનાર પ્રથમ પંચ હતું 
જેના પરિણામ સ્વરૂપે 1968માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં  આવી. તેની મુખ્ય ભલામણો નીચે મુજબ હતીઃ
રાષ્ટ્રીય જીવનની જરૂરિયાતો અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે 
પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવવી.
, યોગ્ય સ્તર પ્રાપ્ત કરવા માટે શિક્ષણમાં ગુણાત્મક સુધારણા
કરવી.
• સમાન શૈક્ષણિક અવસરો ઉપલબ્ધ કરાવવા.
પંચે શિક્ષણને ભારતીય સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવવા
માટે શક્તિશાળી માધ્યમ તરીકે માન્યું. ખાસ કરીને દેશ જ્યારે
વસ્તી વિસ્ફોટ, ગરીબી, ધીમો આર્થિક વિકાસ, સામાજિક
આર્થિક અસમાનતા અને રાજકીય અસ્થિરતા જેવી સમસ્યાઓને
હલ કરવા માટે શિક્ષણ કારગત માધ્યમ છે. સંગઠિત શિક્ષણ
કાર્યક્રમની જરૂરિયાત બળ આપતા આયોગ દ્વારા બાર કાર્ય દલ
અને સાત કાર્યકારી સમૂહની રચના કરવામાં આવી. જેના દ્વારા
દેશની જરૂરિયાતો અને સામાજિક-આર્થિક પરિવર્તન વિશે પંચે
અનેક ઉપાયો સૂચવ્યા અને ભલામણો કરી.


PDF  માટે 



No comments:

Post a Comment