શાળાકીય દફતર નો પરિચય
રજીસ્ટર 4 - શિક્ષકની દૈનિક નોંધપોથી ,વિદ્યાર્થીઓના હાજરીપત્રક અને વાલી સંપર્ક
અહીં આપણે આજે શિક્ષકોના અગત્યના દસ્તાવેજ એવા ત્રણેય દસ્તાવેજને જોઈશું
શિક્ષકની દૈનિક નોંધપોથી .
શિક્ષકની દૈનિક નોંધપોથી શિક્ષકનું અગત્યનો દસ્તાવેજ છે.દૈનિક નોંધપોથી નું પણ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ 139 (15 )માં “mastar’s log book “ નો ઉલ્લેખ કરી, દૈનિક નોંધપોથી નું મહત્વ સ્પષ્ટ થયું છે .
શિક્ષકના અધ્યાપન કાર્ય ની બ્લુ પ્રિન્ટ એટલે નોંધપોથી .વર્ગ શિક્ષણ દરમિયાન શું ભણાવવું ?કઈ રીતે ભણાવીશું ?કયા સાધનોની મદદ લઈશું ?કઈ રીતે વિદ્યાર્થીઓની ભાગીદારી કરાવીશું? આ બધાના કારણે શું ફળશ્રુતિ મેળવીશું?એ બધી બાબતોનો સમાવેશ નોંધપોથીમાં હોય છે.દૈનિક નોંધપોથી સંબંધિત વિષય વિષયાંગ ના મુદ્દાઓની પ્રસ્તુત કરવાનીપૂર્વ તૈયારીનો એક અનિવાર્ય ભાગ છે.
વર્ગખંડમાં જે શૈક્ષણિક કાર્ય થાય છે,તેની સંક્ષીપ્ત નોંધ લખવાની છે.જે શાળામાં 10k દસથી ઓછા શિક્ષક હોય ત્યાં મુખ્ય શિક્ષકે પણ પોતાના ભાગે આવતા કાર્યનોંધ કરશે.
દરેક શિક્ષક આગળના દિવસે વિષયમાં નોંધ રાખશે કે :”આજે હું આ ધોરણના,આ વિષયનુંવર્ગકાર્ય કરીશ” આકસ્મિક કારણસર જે કાર્ય ન થઈ શક્યું હોય તેની નોંધ વિશેષના ખાનામાં કરવી અન્યથા “આયોજન પ્રમાણે કાર્ય થયું “ની નોંધ કરવી .
શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલા દૈનિક નોંધ,મુખ્ય શિક્ષક સમક્ષ રજુ કરવી ,જેથી તેના આધારે મુખ્ય શિક્ષક વર્ગ નિરીક્ષણ કરશે અને પોતાની લોકબુકમાંથી નોંધ કરી શકશે.
શિક્ષકે કરેલા કાર્યની ટૂંકી સમીક્ષા તેની નોંધપોથીમા લખવી. જેથી શિક્ષક ની શાળા કાર્યનું પ્રોત્સાહન મળશે અથવા સારું કરવા માર્ગદર્શન મળશે. માત્ર કરવા ખાતર સહી કરવાથી શિક્ષકપક્ષે અસરકારકતા ઘટી જવાની સંભાવના છે.
મતોથી માં શૈક્ષણિક કાર્ય ઉપરાંત,અન્ય કામગીરી નોધ પણ કરવી તેમ જ લાંબી રજા ,,કેજ્યુઅલ રજા .વેકેશન રજા ,જાહેર રજા ,અન્ય રોકાણો અઘરી નોટ લખીવી જેથી વર્ષ દરમિયાન કામના ફૂલ દિવસઅને નોંધપોથી નોંધાયેલ વિગતોનો તાલમેલ સધાય, વર્ષના અંતે જેટલા પાના વધ્યા, ચિંતાનો ,ચર્ચાનો - તપાસનો મુદ્દો બને છે.
શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ જેથી શિક્ષકો પોતાની નોંધપોથી મુખ્ય શિક્ષકને સુપ્રત કરશે ,મુખ્ય શિક્ષક નોંધપોથી ની પોતાની કસ્ટડીમાં રાખશે.
વિદ્યાર્થીઓના હાજરીપત્રક
શાળાનું પ્રાર્થના સંમેલન પૂરું થાય, ત્યારબાદ વિદ્યાર્થીઓ વર્ગમાં બેસી જાય કે તરત જ હાજરી પૂરી લેવી જોઈએ, હાજરી પત્રક પણ સરકારશ્રીએ નિયત કરેલ નમૂના નુ હોવું જોઈએ. તેમાં દરેક Kollamમાં વિગતો ભરાયેલી છે, તેની ચકાસણી મુખ્ય શિક્ષકે કરવી .કોલમ ખાલી જણાય તો તેની સંબંધી નિયમ અનુસાર માર્ગદર્શન આપવું
માસાંતે દરેક વિદ્યાર્થી ની ગત માસની હાજરી અને આ માસની હાજરી નો સરવાળો કરવો .કોઈ કારણસર વિદ્યાર્થીનું નામ કમી કર્યું હોય તો તે અંગેની નોંધ જે તે દિવસના પાનામાં કરવી .અને મુખ્ય શિક્ષકે પણ વયપત્રકમાં તે જ દિવસે નોંધ કરવી .
હાજરી પત્રક ,દૈનિક આંકડા book ,મધ્યાન ભોજન રજીસ્ટર ,વગેરે માં સરખા આંકડાની નોંધ થાય તેની કાળજી મુખ્ય શિક્ષકે લેવાની હોય છે. .હાજરીપત્રકમાં નોંધાયેલ હાજરી તથા ભૌતિક હાજરી સમાન હોવી જોઈએ.કોઈ અપવાદરૂપ કિસ્સામાં કોઈ વિદ્યાર્થી શાળાબહાર હોય તો યોગ્ય કારણો હોવા જોઈએ .
વાલી સંપર્ક રજીસ્ટર
D.EL.ED -બોર્ડ ના અભ્યાસક્રમમાં વાલી સંપર્ક નીસિદ્ધાંત બાબતોનો અભ્યાસ કરાવવામાં આવે છે .
RTI અને RTE ના સંદર્ભમાં વાલી સંપર્ક અને તેનું મહત્વ વધારે છે .જે તે શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થી સતત ગેરહાજર રહે તેનો વાલી સંપર્ક કરવાનો હોય છે
વાલી સંપર્ક કરવો ધારીએ એટલું સહેલું કાર્ય નથી
‘ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીના વાલીની આર્થિક, સામાજિક બાબતને ધ્યાને લેતા તેને મળવા માટે ચોક્કસ આયોજન કરવું પડે છે. શાળા પૂર્વે કે, શાળા બાદ પણ વાલી સંપર્ક થતો રહે છે .
વર્ગમાં સતત ગેરહાજર તમામ બાળકો શાળાએ આવતા ન થાય ત્યાં સુધી સંબંધ કરતાં બાળકોના વાલીઓ ની મુલાકાત સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમ્યાન યોજવાની રહેશે
વાલી સંપર્ક રજીસ્ટર નો નમુનો
| 
   ક્ર્મ   | 
  
   બાળક્નું  નામ  | 
  
   વાલીનું  નામ   | 
  
   ફળીયા નું  નામ   | 
  
   મુલાકાત ની  તારિખ   | 
  
   ગેરહાજરી  ના કારણ  | 
 
| 
   1  | 
  
   2  | 
  
   3  | 
  
   4  | 
  
   5  | 
  
   6  | 
 
| 
   સુચવેલ  ઉપાય  | 
  
   પરીણામ  | 
  
   વાલીની  સહિ   | 
  
   મોબાઇલ  નંબર   | 
  
   નોંધ  | 
 
| 
   7  | 
  
   8  | 
  
   9  | 
  
   10  | 
  
   11  | 
 
PDF માટે નીચે ક્લીક કરો
આપ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ માં જોડાઇને શિક્ષણની તમામ માહિતી, પરિપત્રો ,PDF મેળવી શકશો
જોડાવા માટે નીચે ફોટા પર ક્લીક કરો



No comments:
Post a Comment