સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો
1. શિક્ષકની દૈનિક નોંધપોથી
  
  
શિક્ષકની દૈનિક નોંધપોથી શિક્ષકનું અગત્યનો દસ્તાવેજ છે.દૈનિક નોંધપોથી નું પણ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ 139 (15 )માં “mastar’s log book “ નો ઉલ્લેખ કરી, દૈનિક નોંધપોથી નું મહત્વ સ્પષ્ટ થયું છે .
👉શિક્ષકના અધ્યાપન કાર્ય ની બ્લુ પ્રિન્ટ એટલે નોંધપોથી 
 વર્ગ શિક્ષણ દરમિયાન શું ભણાવવું ?કઈ રીતે ભણાવીશું ?કયા સાધનોની મદદ લઈશું ?કઈ રીતે વિદ્યાર્થીઓની ભાગીદારી કરાવીશું? આ બધાના કારણે શું ફળશ્રુતિ મેળવીશું?એ બધી બાબતોનો સમાવેશ નોંધપોથીમાં હોય છે.દૈનિક નોંધપોથી સંબંધિત વિષય વિષયાંગ ના મુદ્દાઓની પ્રસ્તુત કરવાનીપૂર્વ તૈયારીનો એક અનિવાર્ય ભાગ છે.
👉દૈનિક નોંધપોથી માં શું શું  લખશો? આચાર્ય ક્યારેય દૈનિક નોંધપોથી નિભાવવાની થાય?
વર્ગખંડમાં જે શૈક્ષણિક કાર્ય થાય છે,તેની સંક્ષીપ્ત નોંધ લખવાની છે.જે શાળામાં 10 દસથી ઓછા શિક્ષક હોય ત્યાં મુખ્ય શિક્ષકે પણ પોતાના ભાગે આવતા કાર્યનોંધ કરશે
 દરેક શિક્ષક આગળના દિવસે વિષયમાં નોંધ રાખશે કે :”આજે હું આ ધોરણના,આ વિષયનુંવર્ગકાર્ય કરીશ” આકસ્મિક કારણસર જે કાર્ય ન થઈ શક્યું હોય તેની નોંધ વિશેષના ખાનામાં કરવી અન્યથા “આયોજન પ્રમાણે કાર્ય થયું “ની નોંધ કરવી .
નોંધપોથી લખાઈ ગયા બાદ શું કાર્યવાહી કરવાની થાય?
  
 
 વર્ષના અંતે નોંધપોથી નું શું કરવાનું થાય?
શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલા દૈનિક નોંધ,મુખ્ય શિક્ષક સમક્ષ રજુ કરવી ,જેથી તેના આધારે મુખ્ય શિક્ષક વર્ગ નિરીક્ષણ કરશે અને પોતાની લોકબુકમાંથી નોંધ કરી શકશે
 શિક્ષકે કરેલા કાર્યની ટૂંકી સમીક્ષા તેની નોંધપોથીમા લખવી. જેથી શિક્ષક ની શાળા કાર્યનું પ્રોત્સાહન મળશે અથવા સારું કરવા માર્ગદર્શન મળશે. માત્ર કરવા ખાતર સહી કરવાથી શિક્ષકપક્ષે અસરકારકતા ઘટી જવાની સંભાવના છે
 શૈક્ષણિક કાર્ય ઉપરાંત,અન્ય કામગીરી નોધ પણ કરવી તેમ જ લાંબી રજા ,,કેજ્યુઅલ રજા .વેકેશન રજા ,જાહેર રજા ,અન્ય રોકાણો અઘરી નોટ લખવી  જેથી  વર્ષ દરમિયાન કામના ફૂલ દિવસઅને નોંધપોથી નોંધાયેલ વિગતોનો તાલમેલ સધાય, વર્ષના અંતે જેટલા પાના વધ્યા, ચિંતાનો ,ચર્ચાનો - તપાસનો મુદ્દો બને છે.
 શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ જેથી શિક્ષકો પોતાની નોંધપોથી મુખ્ય શિક્ષકને  સુપ્રત કરશે ,મુખ્ય શિક્ષક નોંધપોથી ની પોતાની કસ્ટડીમાં રાખશે.

No comments:
Post a Comment