શાળા સ્વછતા લેટર 21.4.2022
શાળા સ્વછતા પરિચય
શાળા સ્વછતા ppt
શાળા સ્વછતા એવોર્ડ
શાળા 
શાળા સ્વછતા એવોર્ડ 21-22 પરિપત્ર 2
અહીં ક્લીક કરો
શાળા સ્વછતા એવોર્ડ 21-22 સેમ્પલ
અહીં ક્લીક કરો
શાળા સ્વછતા એવોર્ડ 21-22 માર્ગદશન
અહીં ક્લીક કરો
💢 પ્રસ્તાવના
જીસીઆરટી, ગાંધીનગર દ્રારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શાળાઓમાં સ્વછતા અંગેની જાગૃતિ વધે અને સ્થાનિક સમુદાય માં સ્વછતા અંગેની સભાનતા અને સંવેદનશીલતા વધે એ માટે  જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓને શાળા સ્વછતા એવોર્ડ આપવાની યોજના  વર્ષ  2016-17 થી મંજુર થયેલ છે .
શાળા સ્વછતા એવોર્ડ શાળા સ્વછતા એવોર્ડમાં ભાગ લેવા માટે જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ ની પ્રાથમિક શાળાઓએ નોમિનેશન ફોર્મ ઓનલાઇન ઓફલાઇન ભરવાનું હોય છે.નોમિનેશન ફોર્મ સ્વચ્છતા સંબંધિત વિવિધ પાસાના કુલ 100ગુણ રાખવામાં આવે છે. તાલુકા પસંદગી સમિતિ શાળાઓએ ભરેલા નોમિનેશન ફોર્મ ની વિગતોની ચકાસણી શાળાની રૂબરૂ આકસ્મિક મુલાકાત દ્વારા કરે છે.અને તાલુકા દીઠ બે શાળાઓની પસંદગી એવોર્ડ માટે કરવામાં આવે છે.
👉તાલુકા એવોર્ડ પસંદગી સમિતિમાં નીચે મુજબના સભ્યો હોય છે.
 1  તાલુકા એવોર્ડ પસંદગી સમિતિ=
 2  પ્રાચાર્ય અધ્યક્ષ
 3  ડાયટ વ્યાખ્યાતા તાલુકા લાઇસન્સ સભ્ય સચિવ
 4  તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી /મદદનીશ શાસનાધિકારી
 5  ડાયટ વ્યાખ્યા( કાર્યાનુભવ શાખા,સભ્ય)
 6   બીઆરસી કો ઓર્ડીનેટર સભ્ય
 7   ટેકનિકલ રિસોર્સ પર્સન
 8   સી.આર.સી.કો-ઓર્ડીનેટર સભ્ય
 9  નિવૃત્ત એવોર્ડ પ્રાથમિક શિક્ષક સભ્ય ૧
 તાલુકા  પસંદ થયેલ બે શાળાઓ  પુરસ્કાર આપવામાં આવે છે.જેમ કે વર્ષ 2016 17 માં  રૂપિયા દસ હજાર રોકડા પુરસ્કાર આપવામાં આવેલ હતો.વર્ષ 2018 19માં ૧૧ હજાર રોકડા આપવામાં આવ્યા હતા.
1. પાણી
શાળામાં પીવાનજેમાં પીવાના પાણીની ઉપલબ્ધતા,પાણીના જથ્થાની ઉપલબ્ધતા, પાણીના સંગ્રહની વ્યવસ્થા,પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી,સોચાલય માં પાણીની ઉપલબ્ધતા,મધ્યાહન ભોજન વખતે બાળકો રસોઈયા માટે હાથ ધોવા માટેની વ્યવસ્થા,વરસાદી પાણીના સંગ્રહ માટે ની વ્યવસ્થા
2. શૌચાલય
જેમાં કુમાર કન્યા માટે અલગ-અલગ શૌચાલયની વ્યવસ્થા,વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા બાળકો માટે અલગ સંચાલનની વ્યવસ્થા,શિક્ષકો માટે અલગ શૌચાલય નીવ્યવસ્થા શૌચાલય ની ઊંચાઈ અને જગ્યા, શૌચાલય માં નકુચા અને કપડાં માટે વ્યવસ્થા, છત હવા-ઉજાસ ની સુવિધા.સેનેટરી કચરાના નિકાલની વ્યવસ્થા
3. સાબુથી હાથ ધોવા ની સુવિધા
 જેમાં શૌચાલય ઉપયોગ બાદ હાથ ધોવાની સુવિધા,સાબુ શાળા તરફથી આપવામાં આવી છે કે કેમ? ભોજન પહેલા બાળકો માટે હાથ ધોવાની સુવિધા,હાથ ધોવાની સુવિધા વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબ છે કે નહીં વિગેરે.

No comments:
Post a Comment